ગુજરાત રાજ્યની રૂપાણી સરકારે સ્કૂલ ફીને લઈને આજની કેબિનેટમાં નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે 25 ટકા ફી માફીની મંજૂરી આપી દીધી છે. નોંધપાત્ર છે કે આજની કેબિનેટમાં અનલોક મુદે ચર્ચા, ખેડૂતોના ઉભા પાક મુદે ચર્ચા, મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ચર્ચા, કોરોનાની વકરતી પરિસ્થિતિ તેમજ પેટા ચૂંટણીને લઈને ચર્ચા કરવામા આવી છે.
રાજ્યની તમામ સ્કૂલોને આ નિયમ લાગુ પડશે. નોંધપાત્ર છે કે આ મામલે શિક્ષણમંત્રીએ જાહેરાત કરી દીધી છે. સાથે સાથે કોઈપણ શિક્ષકને છૂટા નહી કરવામાં આવે તપણ જાહેરાત કરવામાં આવી છે. નોંધપાત્ર છે કોરોના સંકટમાં વાલીઓ માટે સૌથી રાહતના સમાચાર સામે આવ્યા છે
જોકે સૌની નજર કેબિનેટ બેઠકમાં લેવાનારા સ્કૂલ ફી અંગે પર સૌની નજર હતી. નોંધપાત્ર છે કે સ્કૂલ ફીને લઈને વાલીઓ સરકારને રજૂઆત કરી ચુક્યા છે. ત્યારે 25 ટકા સ્કૂલ ફી માફી આપવાની જાહેરાત કરી છે. નોંધપાત્ર છે કે આજની કેબિનેટમાં મહત્વનો નિર્ણય લેવાયો છે.
હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે ફી ઘટાડા મુદ્દે પોતાની રીતે નિર્ણય લેવા પ્રક્રિયા શરૂ કરતા સૌપ્રથમ ગુજરાત બોર્ડ સંલગ્ન સ્કૂલોના સંચાલકોની મીટિંગ બોલાવી હતી.ત્યારબાદ વાલી મંડળોની મીટિંગ બોલાવી હતી.સંચાલકો સાથે એક જ વાર મીટિંગ કરાઈ હતી.જેમાં સંચાલકો ૨૫ ટકા ફી ઘટાડા મુદ્દે સહમત થઈ ગયા છે.જ્યારે વાલી મંડળોમાં મત મતાંતર હોવાથી પ્રથમ બેઠક બાદ આજે બીજી બેઠક બોલાવાઈ હતી.
વાલી મંડળોમાં મત મતાંતર હોવાથી પ્રથમ બેઠક બાદ આજે બીજી બેઠક બોલાવાઈ હતી
શિક્ષણમંત્રી સાથે વાલી મંડળોની બીજી મીટિંગ હતી.પરંતુ આ મીટિંગ બાદ મંડળો વચ્ચે આંતરિક વિખવાદ સામે આવ્યો હતો. વાલી મંડળોમાંથી એક વાલી મંડળના સભ્યએ બીજા વાલી મંડળના સભ્ય સામે સરકાર સાથે સેટિંગનો આક્ષેપ કર્યો છે. આજે મીટિંગ બાદ વાલી મંડળના બે ગ્રુપ સામે સામે આવી ગયા હતા અને બંને ગ્રુપના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. સચિવાલયમાં જ બંને ગ્રુપ વચ્ચે ભારે માથાકુટ થઈ હતી અને એક બીજાની સામે ફી ઘટાડવા મુદ્દે આક્ષેપ પ્રતિ આક્ષેપો શરૂ કરી દીધા હતા. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારોને સંબોધતા કહ્યું કે, હાઈકોર્ટના આદેશ બાદ શાળા સંચાલક અને વાલી મંડળ સાથે બેઠક કરાઈ હતી જેમાં 25 ટકા ફીમાં રાહત આપવાની વાત સહમતી સધાઈ છે.
25 ટકા ફીમાં રાહત આપવાની વાત સહમતી સધાઈ
ભૂપેન્દ્રસિંહે કહ્યું શાળાના સંચાલકો 10 ટકા ફી રાહત આપવાની વાત પર જોર આપી રહ્યાં હતા પરંતુ યોગ્ય સમજાવટ બાદ 25 ટકા ફીમાં રાહત આપવાની વાત પર સહમત થયા છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ, લાયબ્રેરી, કેન્ટીન સહિત અન્ય ફી પણ આપવાની નહીં રહે તેવી જાહેરાત કરી છે. ભુપેન્દ્રસિંહે વધુમાં કહ્યું કે, 25 ટકા ફીની વાત પર સહમતી સધાયા બાદ એક પણ શાળાએ પગારના નામે કોઈ શિક્ષકને છુટા કરવાના નથી. સાથે જ જે વાલીઓએ પહેલાથી જ 100 ટકા ફી ભરી હશે તેમને 25 ટકાની રાહત સાથે તેમની ફી સરભર કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.