પાકિસ્તાન સરકારે કોરોનાના કહેર વચ્ચે પણ સંવેદનહીન અને શરમજનક હરકત કરી છે.
કોરોનાનુ દર્દ ઝેલી રહેલા હિન્દુઓને પાકિસ્તાન સરકારે રાશન આપવાની ના પાડી દીધી છે. સિંધ પ્રાંતના કરાંચી શહેરમાં મુસ્લિમોને રાશન આપવામાં આવી રહ્યુ છે પણ હિન્દુઓને ના પાડી દેવાઈ છે.
આ કિસ્સાએ ફરી સાબિત કર્યુ છે કે, ભારત સરકાર શેના માટે પાકિસ્તાનની લઘુમતીઓને નાગરિકતા આપવા માટે સીએએનો કાયદો લાવી છે.
સરકારે રોજીંદા પગાર પર કામ કરનારાઓને રાશન આપવા માટે આદેશ આપ્યો છે પણ માનવઅધિકાર કાર્યકરોનુ કહેવુ છે કે, તંત્ર સ્પષ્ટપણે કહી રહ્યુ છે કે આ રાશન માટે હિન્દુઓ હકદાર નથી.
હિન્દુઓને કરાચીની સાથે સાથે સિંધ પ્રાંતના અન્ય હિસ્સાઓણાં પણ રાશન આપવાની ના પાડવામાં આવી રહી છે. રાજકીય કાર્યકર ડોક્ટર અમજદ મિર્ઝાએ ચેતવણી આપી છે કે, લઘુમતી સમુદાય બહુ ગંભીર અન્ન સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.