જમ્મુ કાશ્મીરના હંદવારા તેમજ સોપોર વિસ્તારમાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં લશ્કરે તોયબાના નવ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. અહીંના કુપવાડામાં આવેલા ગુંદ ચોગલ ગામમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી જે બાદ આ સર્ચ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
ધરપકડ કરાયેલાઓમાં પરવેઝ અહેમદ, મુદસીર અહેમદ, મોહમ્મદ રફી શેખ, બુરહાન મુસ્તાકનો સમાવેશ થાય છે. આ ચારેય આતંકીઓ લશ્કરે તોયબાના હતા. સર્ચ ઓપરેશન દરમિયાન મોટા પ્રમાણમાં હથિયારો, ત્રણ એકે૪૭ રાઇફલ્સ, આઠ એકે૪૭ મેગ્ઝીન, ૩૩૨ એકે૪૭ રાઉન્ડ, ૧૨ હેન્ડગ્રેનેડ, ત્રણ પિસ્તોલ અને છ પિસ્તોલ મેગઝીનનો સમાવેશ થાય છે.
અન્ય એક ઓપરેશનમાં સુરક્ષાકર્મીઓએ શાલપોરા ગામમાં પણ તપાસ અભિયાન શરૂ કર્યું હતું, ત્રણ આતંકીઓએ આત્મસમર્પણ કરી દીધુ હતું. ધરપકડ કરાયેલામાં આઝાદ અહેમદ બટ, ઇર્શાદ અહેમદ, અલ્તાફ બાબાનો સમાવેશ થાય છે જેની પાસેથી બે પિસ્તોલ, બે હેન્ડ ગ્રેનેડ્સ પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.