કોરોના સંકટ વચ્ચે RBIનું એલાન, રોકડના ફ્લો માટે બજારમાં 50,000 કરોડ નાખશે

કોરોના વાઈરસના મહાસંકટ વચ્ચે ઝઝૂમી રહેલી અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા સરકાર મોટા પગલા લઈ શકે છે. આ કડીમાં આજે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સ કરી. RBI ગવર્નરે કહ્યુ કે કોરોના સંકટ વચ્ચે બેન્ક તમામ પરિસ્થિતિ પર નજર રાખે છે.

અત્યારે 150થી વધારે અધિકારી સતત ક્વોરન્ટાઈન થઈને પણ કામ કરી રહ્યા અને દરેક સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. શક્તિકાંત દાસે કહ્યુ કે IMFએ એ વાતનું અનુમાન લગાવ્યુ કે દુનિયામાં સૌથી મોટી મંદી આવવાની છે. જે જોખમની ઘંટડી છે. કેટલાક દેશોમાં આયાત અને નિકાસમાં ભારે પડતી જોવા મળી છે.

કોરોના સંકટના કારણે ભારતની GDP 1.9ની રફ્તારથી આગળ વધશે, G20 દેશોમાં આ સૌથી શ્રેષ્ઠ સ્થિતિ છે. દુનિયામાં 9 ટ્રિલિયન ડૉલરનું નુકસાન હોવાનું અનુમાન છે પરંતુ હવે કોરોના કહેર જતો રહેશે ત્યારે ભારતની GDP એકવાર ફરી 7થી વધારેની રહેશે.

શક્તિદાસએ કહ્યુ કે આ સંકટ વચ્ચે પણ કૃષિ ક્ષેત્ર ટક્યો છે આપણી પાસે બફર સ્ટોક છે. આ વર્ષે ચોમાસુ સારૂ રહેવાનું અનુમાન છે. ફેબ્રુઆરીમાં ટ્રેક્ટરના વેચાણમાં સારો વધારે થયો હતો.

માર્ચ 2020માં નિકાસમાં ભારે ઘટાડો નોંધાયો તેમ છતાં વિદેશી મુદ્રા ભંડાર 476 અરબ ડૉલરનો છે જે 11 મહિનાની આયાત માટે સારો છે. દુનિયામાં કાચા તેલના ભાવ સતત ઘટી રહ્યા છે જેનાથી ફાયદો થઈ શકે છે.

RBIએ બેન્કો અને એનબીએફસીને આપી 1 લાખ કરોડની ભેટ

લોકડાઉન વચ્ચે બેન્કો, માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યુટ (MFI) અને બિન બેન્કિંગ નાણાંકીય કંપનીઓ (NBFC)ને RBIએ મોટી રાહત આપી છે. આર્થિક સંકટના સમયમાં આ સંસ્થાઓને રોકડની ઘણી સમસ્યા થઈ રહી હતી. RBIએ તેમને 1 લાખ કરોડ રૂપિયાની રોકડ આપવાની વ્યવસ્થા કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.