નવો વ્યવસાય શરૂ કરતી વખતે બે વસ્તુઓ મહત્વપૂર્ણ હોય છે. પહેલી વ્યવસાયમાં રોકાણ કેટલું હશે. બીજુ વ્યવસાયથી કેટલો નફો થશે. જેથી આજે અમે તમને એવા બિઝનેસ વિશે જણાવી રહ્યાં છે જેની ખૂબ જ ડિમાન્ડ રહે છે અને ખાસ કરીને બાળકોને તે ખૂબ જ પસંદ હોય છે. સાથે જ હાલ કોરોના કાળમાં પણ આ બિઝનેસ વધુ પ્રોફિટ કરાવી શકે છે. આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે ફક્ત 2 લાખ રૂપિયા જ રોકાણ કરવું પડશે.
ઘરથી લઈને હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ફૂડ સ્ટોલ પર ટામેટાના કેચઅપ અને સોસનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે વધુ રોકાણ કરવાની પણ જરૂર પડતી નથી.
મેન્યુફેક્ચરિંગ માટે જે લોકો આ કામ કરી ચૂક્યા છે એવા 6 મહિનાનો અનુભવ ધરાવતા લોકો હોવા જોઈએ અથવા કોઈ સંસ્થામાંથી ફૂડ પ્રોસેસિંગનો કોર્સ પણ કરી શકાય છે.
મુદ્રા યોજના હેઠળ લોન માટે તમારે સરકારી અથવા બેંક શાખામાં અરજી કરવી પડશે. જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો તમારે અન્ય દસ્તાવેજો આપવાના રહેશે જેમાં ઘર માલિકી અથવા ભાડાના દસ્તાવેજો, કામ સાથે સંબંધિત માહિતી, આધાર, PAN નંબર સામેલ છે. તપાસ બાદ બેંક મેનેજર લોન મંજૂર કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.