સિક્કિમ સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવાના પ્રયાસો હેઠળ રાજ્યભરમાં લાગૂ લોકડાઉન 1લી ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવ્યું છે. રાજ્યમાં લાગૂ લોકડાઉન રવિવારે પૂર્ણ થવાનું હતું.
રાજ્યના મુખ્ય સચિવ એસસી ગુપ્તાએ નોટિફિકેશન જાહેર કરી કહ્યું કે, સ્થિતિ પર વિચાર વિમર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સિક્કિમમાં લાગૂ લોકડાઉનની મર્યાદા 1લી ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધી વધારી દેવામાં આવે.
એક અધિકારીએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના વાઈરસ સંક્રમણથી રવિવારે પહેલું મોત થયું. સિક્કિમમાં 350 સંક્રમિત દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે સંક્રમણના કુલ 499 કેસ સામે આવી ચુક્યા છે. રાજ્યમાં 142 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.