– એમાંના 11 ટકા લોકોએ જાન ગુમાવ્ય
આ વર્ષના આરંભે ફેલાયેલા કોરોનામાં સંક્રમિત થયેલા કુલ પેશન્ટ્સમાં 51 ટકા પેશન્ટ્સ પુરુષો હતા. એમાંના 11 ટકા દર્દીઓએ જાન ગુમાવ્યા હતા એવી ઔપચારિક માહિતી કેન્દ્ર સરકારે જાહેર કરી હતી.
કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રકાર પરિષદમાં કહ્યું કે કુલ દર્દીઓની ટકાવારીમાં સૌથી વધુ સંક્રમિત પુરુષો હતા અને એમાંના 11 ટકા લોકોએ જાન ગુમાવ્યા હતા. ઉંમર અને પરિસ્થિતિની દ્રષ્ટિએ અમે આ તારણ પર આવ્યા હતા એમ ભૂષણે કહ્યું હતું. કુલ 62 ટકા પુરુષો અને 37 ટકા મહિલાઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
ઉંમર અને સંજોગોને ધ્યાનમાં લઇએ તો 17 વર્ષથી ઓછી વય હોય એવા 8 ટકા દર્દીઓ જોવા મળ્યા હતા. 13 ટકા દર્દીએા 18થી 25 વર્ષના હતા, 39 ટકા દર્દીએા 26થી 44 વર્ષના હતા. 26 ટકા દર્દીઓ 45થી 60 વર્ષના હતા. અને 14 ટકા દર્દીઓ 60 વર્ષથી વધુ વયના હતા. આ બધા આંકડાને જોડીએ તો ખ્યાલ આવે છે કે સૌથી વધુ સંક્રમણ પુરુષોમાં જોવા મળ્યું હતું. 51 ટકા પુરુષો સંક્રમિત થયા હતા.
કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં એક લાખ 48 હજાર લોકો મરણ પામ્યા હતા. મરણ પામેલા દર્દીઓમાં 70 ટકા પુરુષો હતા અને 30 ટકા મહિલાઓ હતી. એટલે કે મહિલાઓની સહનશક્તિ પુરુષો કરતાં વધુ હતી. 17 વર્ષ કે તેથી ઓછી વયના દર્દીઓમાં મરણ માત્ર એક ટકો થયાં હતાં. 18થી 44 વર્ષના દર્દીઓમાં મરણની ટકાવારી 13 ટકાની હતી, 45થી 60 વર્ષના પેશન્ટોમાં મરણનો આંક 33 ટકા હતો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં મરણની ટકાવારી 55 ટકાની હતી.
કોરોના હજુ પૂરેપૂરો ગયો નથી પરંતુ આશ્વાસન એ વાતનું છે કે કોરોનાની રસી ઉપલબ્ધ થઇ ચૂકી છે અને જાન્યુઆરીથી રસીકરણ શરૂ થઇ જશે.
દરમિયાન, બ્રિટનથી આવેલા કેટલાક લોકોમાં કોરોનાનો બીજો પ્રકાર જોવા મળ્યો હતો એટલે હવે બીજા પ્રકારના કોરોના સ્ટ્રેનની સામે લડવાની તૈયારી પણ કરવાની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.