કોરોના સંક્રમણની સ્થિતિ અંગે ચર્ચા,વેક્સિનેશન, ઓક્સિજન પ્લાન્ટનો પણ મુદ્દો

રાજ્યમાં કોરોના વાયરસના સંકટની વચ્ચે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. ગઇકાલે જ કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં વધુ કેટલાક શહેરોમાં નાઈટ કર્ફ્યૂ સહિતના નિર્ણય સીએમ રૂપાણી દ્વારા લેવામાં આવ્યા છે ત્યારે આજે ફરીથી રાજ્યની સરકારની કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે .

જેમાં રાજ્ય સરકાર તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સામેલ થશે. બેઠકમાં કોરોના વાયરસ મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને પ્રભારી મંત્રીઓને આપવામાં આવેલી જવાબદારી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

આ સાથે જ વેક્સિનના વધુ ઓર્ડર મુદ્દે કોઈ નિર્ણય આવે તેવી શક્યતા છે અને 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અને નિયંત્રણોની અમલવારી મુદ્દે પણ મંત્રીઑ સાથે મુખ્યમંત્રી મીટિંગ કરશે.

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ અને મૃત્યુઆંકની સ્થિતિએ ચિંતા વધારી છે તો ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને આડેહાથ લીધી છે,ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે યોજેલી એક બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લીધા હતા. જે સમગ્ર રાજ્યમાં માટે છે

તા. ૬ મે-ર૦ર૧થી તા.૧ર મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.