કોરોનાની સારવારમાં ભારત ગેમ ચેન્જર, 30 દિવસમાં બનાવી શકે છે 20 કરોડ હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટેબલેટ

કોરોના વાઇરસના કારણે સમગ્ર દુનિયામાં ભયનો માહોલ છે. તેના કારણે અત્યાર સુધીમાં હજારો મોત થઇ ચુક્યાં છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે. બીજી તરફ દુનિયાના સુપર પાવર તરીકે ઓળખાતા દેશો સામે પણ ભયના વાદળો મંડરાઇ રહ્યાં છે. કોરોના વાઇરસની મહામારી જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા માટે ભારત પાસે મદદ માગી છે. હાઈડ્રોક્સીક્લોરોક્વીન નામની દવાથી કોરોના વાયરસનો ઇલાજ થઇ શકે છે. એટલું જ નહીં આ દવા ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે એવો દાવો મીડિયામાં થઇ રહ્યો છે.

ભારતે પણ અમેરિતાની ડિમાન્ડને જોતા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે આ દવા માટે સમગ્ર દુનિયા ભારત તરફ મીટ માંડીને બેઠુ છે કારણે આ દવાના કુલ ઉત્પાદનનું 70 ટકા ઉત્પાદન ભારતમાં જ થાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતે એપ્રિલ 2019થી જાન્યુઆરી 2020 દરમ્યાન 1.22 બિલિયન અમેરિકન ડોલરની કિંમતની હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) એપીઆઇ (API) એકસ્પોર્ટ કરી હતી.

બીજી તરફ ઈન્ડિયન ફર્માસિઅન્યુટિકલ અલાયન્સ (IPA)ના જનરલ સેક્રેટરી સુદર્શન જૈનનું કહેવું છે કે ભારતમાં આ દવાનું ઉત્પાદન કરવાની ક્ષમતા ઘણી પ્રભાવી છે. ભારતમાં 30 દિવસમાં 40 ટન દવા ઉત્પાદન કરવાની ક્ષમતા છે. એટલે કે 20 મિલી ગ્રામની 20 કરોડ ટેબલેટ બનાવી શકાય છે.

હાલ સરકાર તે જાણવાનો પ્રયાસ કરી રહીં છે કે ભારતને કોરોના વાઇરસનો સામનો કરવા માટે કેટલી દવાની જરુર પડશે. સાથે જ અમેરિકાની માગ પર નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. તેનો જોતા હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું પ્રોડક્શન વધારી દેવામાં આવ્યું છે.

હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું દવાનું કમ્પોજિશન ક્લોરોક્વીનથી મળતું આવે છે. પરંતુ કોરોના વાઇરસને પગલે કેટલાય દેશોમાં તેના પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે કારણકે વૈજ્ઞાનિકો હજુ આ દવાથી કોરોના સામે કારગર સાબિત થશે એવા કોઇ પ્રમાણ મળ્યાં નથી. જોકે, જ્યાં કોરોનાના સંક્રમણ વધારે છે ત્યાં તેનો ઉપાયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.