કોરોનાની સારવારનો ખર્ચ તમારે ચૂકવવો પડશે નહીં, IRDA નુ મોટું યોગદાન,સરકારે લીધો મહત્વનો નિર્ણય

કોરોના વાઈરસ જેમ જેમ ભારતમાં પગપેસારો કરી રહ્યો છે તેમ તેમ લોકોમાં તેની સારવારને લઈને ચિંતા જોવા મળી રહી છે. પરંતુ સરકારે પણ આ ચિંતાને જોતા હવે સારવારમાં થતા ખર્ચને લઈને મોટું પગલું ભર્યું છે. Insurance Regulatory and Development Authority (ઈરડા)એ વીમા કંપનીઓને એવી પોલીસીઓ લાવવાનું કહ્યું છે કે જેમાં કોરોના વાઈરસની સારવારનો ખર્ચો પણ કવર થાય.

ઈરડાએ બુધવારેના રોજ નિવેદન બહાર પાડીને કહ્યું છે કે સ્વાસ્થ્ય વીમાની જરૂરિયાતને પૂરી કરવાના હેતુથી વીમા કંપનીઓને સૂચના આપવામાં આવે છે કે એવી પ્રોડક્ટ ડિઝાઈન કરો કે જેમા કોરોના વાઈરસની સારવારનો ખર્ચો પણ કવર થાય. ઈરડાએ વીમા કંપનીઓને કહ્યું છે કે તેઓ કોરોના વાઈરસની સારવાર સંબંધિત દાવાઓનો ઝડપથી નીકાલ કરે. ઈરડાએ  કહ્યું કે જે કેસોમાં હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ કવર હોય, વીમા કંપનીઓ તે સુનિશ્ચિત કરે કે કોવિડ-19 સંબંધિત કેસોને ઝડપથી પતાવે.

આ મામલા સંલગ્ન એક અન્ય અધિકારીનું કહેવું છે કે દેશમાં હજુ પણ મોટાભાગની બીમારીઓ કે સંક્રમણ ફેલાવવા પર લોકો સરકારી હોસ્પિટલોમાં જવાની જગ્યાએ ખાનગી હોસ્પિટલોમાં જાય છે. એક રિપોર્ટ મુજબ હજુ પણ દેશના 60 ટકાથી વધુ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવાનું જ પસંદ કરે છે. જેના કારણે ઈરડાએ વીમા કંપનીઓને તત્કાળ એવા પ્લાન લાવવાનું કહ્યું છે કે જે કોરોના વાઈરસના ખર્ચને પણ કવર કરે. જો કે વીમા કંપનીઓને આવા પ્લાન લાવવામાં અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.