કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓના રિકવર થયા બાદ ડિસ્ચાર્જ પોલિસીમાં ફેરફાર થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)એ શનિવારે સવારે નવી પોલિસી જાહેર કરી છે. નવા ફેરફારો મુજબ, હળવા કેસેમાં ડિસ્ચાર્જ પહેલા ટેસ્ટિંગની જરરીયાતને સમાપ્ત કરી દેવામાં આવી છે. દર્દીમાં લક્ષણ ન દેખાવા અને સ્થિતિ સામાન્ય લાગવા પર 10 દિવસની અંદર હોસ્પિટલમાંથી રજા આપી શકાય છે. ડિસ્ચાર્જ થયા બાદ દર્દીએ હવે 14 દિવસની જગ્યાએ 7 દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. 14માં દિવલે ટેલી-કોન્ફરન્સ દ્વારા દર્દીનું ફોલો-અપ લેવામાં આવશે.
એસિમ્પ્ટોમેટિક કેસ માટે આ વ્યવસ્થા
એવા દર્દી જેમાં કોરોનાના લક્ષણ નથી/ ખૂબ નજીવા છે, તેમને કોવિડ કેયર ફેસિલિટીમાં રખાશે. જ્યાં તેમને રેગ્યુલર ટેમ્પ્રેચર ચેક અને પલ્સ ઓક્સિમેટ્રી મોનટરિંગંમાંથી પસાર થવું પડશે. જો ત્રણ દિવસ સુધી દર્દીને તાવ આવતો નથી તો દર્દીને 10 દિવસ બાદ ડિસ્ચાર્જ કરી શકાય છે. તેની પહેલાં ટેસ્ટિંગની જરૂર પડશે નહીં. ડિસ્ચાર્જના સમયે દર્દીને 7 દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેવાનું કહેવાશે. ડિસ્ચાર્જ પહેલાં જો કયારેય ઓક્સિજન સેચુરેશન 95 ટકાથી નીચે જાય છે તો દર્દીને ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (CDC)માં લઇ જવાશે.
મોડરેટ કેસમાં સીધા ઓક્સીજન બેડ પર થશે દાખલ
થોડા ગંભીર લક્ષણ વાળા દર્દીઓને ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં ઓક્સીજન બેડ પર રાખવામાં આવશે. તેણે બોડી ટેમ્પ્રેચર અને ઓક્સીજન સૈચુરેશન ચેકમાંથી પસાર થવું પડશે. જો તાપ ત્રણ દિવસમાં ઉતરી જાય છે અને દર્દીનું આગામી 4 દિવસ સુધી સૈચુરેશન લેવલ 95 ટકાથી વધુ રહે છે તો દર્દીને 10 દિવસ બાદ રજા આપી શકાય છે. પરંતુ તાવ, શ્વાસ લેવામાં તકલિફ અને ઓક્સીજનની જરૂરીયાત ન હોવી જોઈએ. તેવામાં દર્દીનો ડિસ્ચાર્જ પહેલા ટેસ્ટ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.