દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ સામે માણસ જાણે લાચાર બન્યો છે.કારણકે આ વાયરસની કોઈ રસી હજી સુધી ઉપલબ્ધ નથી.
આ વાયરસે દુનિયાભરમાં લોકોના જીવ લેવાનુ શરુ કર્યા છે.અલગ અલગ દેશો વાયરસને કાબૂમાં લેવા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ફાર્માસ્યુટિકલ કંપનીઓ કોરોના વાયરસ સાથે રેસમાં ઉતરી છે.
દુનિયામાં 35 કંપનીઓ હાલમાં આ વાયરસ સામે રસી બનાવવાના પ્રયત્નો યુધ્ધના ધોરણે શરુ કર્યા છે. આ પૈકીની ચાર કંપનીઓએ રસી તૈયાર કરીને જાનવરો પર તેના પરિક્ષણ પણ શરુ કરી દીધા છે. આ બધામાં
બોસ્ટનની એક બાયોટેક કંપની સૌથી આગળ છે. કંપનીની યોજના સપ્ટેમ્બર મહિના સુધીમાં સૌથી પહેલા આ રસીનુ વિતરણ સ્વાસ્થ્યકર્મીઓમાં કરવાની છે.
વૈશ્વિક સ્તરે જે નિયમો છે તે પ્રમાણે કોઈ પણ નવી દવાને માર્કેટમાં મુકતા પહેલા તેના અલગ-અલગ ત્રણ તબક્કામાં ક્લિનિકલ ટ્રાયલ કરવી જરુરી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.