કોરોના: સૌથી અસરદાર અને સસ્તી દવાને લઈને દુનિયાને ભારત પાસે છે આશા

 

કોરોના વાઈરસની વેક્સિન બનવાથી સાથે-સાથે આની સારવારમાં અસરદાર સાબિત થઈ રહેલી દવાઓ પર પણ દુનિયાને આશા છે. હાલ, ઈબોલાની સારવારમાં કામ આવનારી રેમડેસિવીર એકમાત્ર એવી દવા છે જે કોરોનાની સારવારમાં ઘણી અસરદાયી જોવા મળી રહી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સોલિડેરિટી ટ્રાયલ અંતર્ગત જે ચાર દવાઓ પર પરીક્ષણ કરી રહ્યુ છે. તેમાથી આ દવા પણ છે. આને બનાવનારી કંપની ગીલિટે ભારત અને પાકિસ્તાનની પાંચ જેનરિક દવા નિર્માતાઓની સાથે કરાર પણ કર્યો છે.

જોકે, સ્વાસ્થ્ય સેવાઓના પક્ષધર બે સમૂહોએ ભારત સરકારને રેમડેસિવીર દવાના એકાધિકારના સંદર્ભમાં એક પત્ર લખ્યો છે. આ પત્રમાં રેમડેસિવીર દવા માટે ગીલિટ સાયન્સને આપવામાં આવેલા એક પેટેન્ટ રદ કરવાની માગ કરવામાં આવી છે. સ્વાસ્થ્ય સમૂહોનુ કહેવુ છે કે પેટન્ટ રદ કરવાથી આ દવાને દુનિયા ભરના કોરોના વાઈરસ દર્દીઓ ખાસ કરીને ગરીબ દેશોમાં વહેંચવામાં આવશે.

ભારતમાં ડ્રગ પેટન્ટ એક મહત્વપૂર્ણ મુદ્દો છે કેમ કે કેટલાક દેશ જરૂરી દવાઓના સસ્તા સંસ્કરણ માટે જેનરિક દવા બનાવનારા દેશો પર નિર્ભર છે. ભારતમાં જેનરિક દવાઓ મોટા પાયા પર ઉત્પાદન થયા છે. રેમડેસિવીર દવાને લઈને ગીલિટના ભારતમાં ત્રણ પેટન્ટ છે. આ 2009થી છે, જ્યારે ઈબોલાની સારવાર માટે આ દવા બનવાની શરૂ થઈ હતી.

પ્રારંભિર પરીક્ષણના પરિણામોમાં અત્યાર સુધી રેમડેસિવીર જ એવી દવા છે જે કેટલાય દેશોમાં કોરોનાની સારવાર માટે મંજૂરી મળી છે અને આ દવા કોરોના વાઈરસની સારવારમાં અસરકારક પણ માનવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.