કોરોના વાયરસની ઈફેક્ટ વચ્ચે ચીનમાં છુટાછેડાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ડેલી મેલના રિપોર્ટ અનુસાર, ચીનના મેરેજ રજિસ્ટ્રી ઓફિસનું માનવુ છે કે એવુ એટલે થઈ રહ્યુ છે કે કોરોના વાયરસના કારણે કપલ ઘરમાં વધારે સમય સાથે પસાર થઈ રહ્યા છે.
કોરોના વાયરસના સંક્રમણથી બચાવ માટે ચીને દેશના કેટલાક વિસ્તારોમાં લૉક ડાઉનનું એલાન કર્યુ હતુ. લાખો લોકોને લગભગ મહિનાથી ઘરમાં બંધ રહેવુ પડ્યુ. માત્ર ઈમરજન્સી કે અગત્યનું કાર્ય હોવા પર જ લોકોને ઘરની બહાર જવાની અનુમતિ મળી.
ચીનના સિચુઆન પ્રોવિન્સના એક મેરેજ રજિસ્ટ્રી ઓફિસના અધિકારી લુ શિજુને કહ્યુ કે 24 ફેબ્રુઆરી બાદથી 300 કપલ છુટાછેડા માટે એપોઈન્ટમેન્ટ લઈ ચૂક્યા છે.
સ્થાનિક મીડિયા સાથે વાત કરતા શિજુને કહ્યુ કે છુટાછેડાના વધારે કિસ્સા સામે આવ્યા છે. લોકો ઘણો સમય ઘરે પસાર કરી રહ્યા છે. સામાન્ય વાત પર કપલ વચ્ચે ભયંકર ઝઘડો થઈ રહ્યો છે અને બાદમાં તેઓ છુટાછેડા લઈ રહ્યા છે.
શાંઝી પ્રોવિન્સના મેરેજ રજિસ્ટ્રેશન ઓફિસમાં પણ ડાયવોર્સ માટે એપોઈન્ટમેન્ટ લેનારા લોકોમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે, લગભગ એક મહિનાથી ઓફિસ પણ બંધ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.