કોરોનાની સ્થિતિને પહોચી વળવા અમદાવાલ મ્યૂનિસિપલ કોર્પોરેશને લીધો આ મોટો નિર્ણય

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. સંક્રમિતોનો આંકડો 30 હજાર નજીક પહોંચી ગયો છે ત્યારે મહામારીને નાથવા કોર્પોરેશને એક મોટો નિર્ણય કર્યો છે. 30થી વધુ કર્મચારીઓ હિય તેવી ઓફિસો, એકમો, સંસ્થાઓમાં એક કોવિડ કો-ઓર્ડીનેટર રાખવો પડશે.

સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં 30થી વધુ કર્મચારીઓ હોય તેવી ઓફિસો, એકમો, સંસ્થાઓમાં એક કોવિડ કો-ઓર્ડીનેટર ફરજીયાત રાખવા પડશે એ નિર્ણય કરવામાં આવ્યો છે. આ કો-ઓર્ડીનેટરની ઓફિસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઇનનું પાલન કરાવવાની જવાબદારી રહેશે.

શહેરની તમામ મોટી ઓફિસો કે જેમાં 30થી વધારે કર્મચારી હોય ત્યાં કોવિડ કો-ઓર્ડિનેટની નિમણૂંક કરવાની રહેશે જેની જાણ AMCના ઝોનના અધિકારીને કરવાની રહેશે. ઓફિસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઇનનું પાલન કરાવવાની જવાબદારી આ કો-ઓર્ડિનેટરની રહેશે જ્યારે 30થી ઓછા કર્મચારી ધરાવતી સંસ્થામાં આ જવાબદારી સંસ્થાના માલિકની રહેશે.

ઓફિસમાં કોઈ કર્મચારી પોઝિટિવ આવે તો તેના 14 દિવસના કોન્ટેર્ટ ટ્રેસિંગ સંબંધિત વિગતો 48 કલાકમાં ઝોન ઓફિસમાં પુરી પાડવાની અને ઓફિસમાં કોરોના સંક્રમણ અટકાવવા તમામ પગલાં લેવામાં આવે છે તેનો 15 દિવસે રિપોર્ટ ઝોન ઓફિસમાં આપવાનો રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.