કોરોના સુરત LIVE / 128 રેન્ડમ ટેસ્ટમાં એક પણ પોઝિટિવ ન આવતા રાહત

જિલ્લામાં કોરાના પોઝિટિવનો આંકડો 24 પર પહોંચ્યો છે. જે પૈકી ચારના મોત થયા છે અને પાંચ રિકવર થયા છે. હોટ સ્પોટ એવારાંદેર, બેગમપુરામાંથી 128 લોકોના રેન્ડમ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. જોકે, તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

નવા 12 શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા.આરોગ્ય વિભાગના રેન્ડમ ટેસ્ટિંગ દરમિયાન કોઈ કેસ પોઝિટિવ આવ્યો ન હતો. હાલ 18 રિપોર્ટ પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ શંકાસ્પદોની સંખ્યા 269 પહોંચી ગઈ હતી જે પૈકી 229ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 22 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.જિલ્લાના 2 કેસ સાથે શહેર અને જિલ્લો થઇ અત્યાર સુધીમાં કુલ 24 પોઝિટિવ કેસ છે અને જે પૈકી 4 લોકોના મોત નીપજી ચુક્યા છે અને 5 લોકો સજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી. બુધવારે કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા જે પૈકી સોદાગરવાડની મહિલા અને રાંદેર જીમખાના વિસ્તારના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યા છે.જે પૈકી પુરુષ દર્દીને કોરોના પોઝિટિવના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો હતો. જ્યારે મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.