મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ગુજરાતની જનતાને અનુરોધ
– 10 લાખ કારીગરોને આપવામાં આવનારી લોન માટેના ફોર્મ આજથી સહકારી બેન્કો અને સહકારી સોસાયટીઓમાં મળતા થઈ જશે
કોરોના સાથે સુરક્ષિત રહીને જીવો અને જનજીવન ઝડપભેર પૂર્વવત કરવા સક્રિય થાવા તેવો અનુરોધ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સમગ્ર ગુજરાતના છ કરોડ લોકોને કર્યો છે. જનજીવન સામાન્ય થાય તે માટે લોકડાઉન-૪માં ખાસ્સી છૂટછાટો આપવામાં આવી છે. આ છૂટછાટના સમયમાં કોરોના વાઈરસનો ચેપ વધુ ન ફેલાય તે માટે ગુજરાતની જનતાને ે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા ઉપરાંત ફરજીયાત માસ્ક પહેરવા અને ભારે ભીડભાડ ન થાય તે માટે સ્વયં શિસ્તનું પાલન કરવા પણ જણાવ્યું હતું.
મખ્યમંત્રીએ કહ્યું હતું કે કોરોનાનું સંક્રમણ હજુ ગયું નથી, પરંતુ આપણે હવે કોરોના સાથે, કોરોના સામે સુરક્ષિત રહીને જીવવાનું અને જનજીવન થાળે પડે અને સ્થિતી ઝડપભેર પૂર્વવત થાય તેવા પ્રયાસો ગુજરાતના દરેક નાગરિકે કરવાના છે અને આ જીવનશૈલીને અપનાવી લઈનેજ ચાલવાનું છે.
ગુજરાતના નાના-ગરીબ-રોજીંદુ કમાઇને રોજ ખાનારા વ્યકિતઓ અને સામાન્ય-મધ્યમવર્ગીય પરિવારોની રોજિંદી જરૂરિયાતોનો સર્વગ્રાહી ખ્યાલ રાખી લોકડાઉન-૪ નવા અત્યંત હળવા સ્વરૂપ અમલમાં મૂકવામાં આવ્યું છે. લૉકડાઉન-૪માં છૂટછાટ આપ્યા બાદ સર્જાઈ રહેલી સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનંટની બેઠક યોજી ઉપરોક્ત મુદ્દે ચર્ચા કરી હતી. લૉકડાઉન-૪માં અપાયેલી છૂટછાટો સાથે રાજ્યમાં જિલ્લા-તાલુકા મથકોએ વ્યવસાય-રોજગાર વેપાર ધંધા શરૂ થયા છે તેની વર્તમાન સ્થિતિ અંગે પણ તેમણે ચર્ચા કરી હતી.
તેમણે કહ્યું હતું કે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના નાના વેપારી-વ્યકિતગત કારીગરો-નાના ધંધા વ્યવસાયો માટે આશીર્વાદ બનશે. આત્મ નિર્ભર યોજના હેઠળ ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બૅન્ક અને અમદાવાદ જિલ્લા સહકારી બૅન્ક તથા અર્બન કોઓપરેટીવ બૅન્ક સહિતની સહકારી બૅન્કો અને સહકારી સોસાયટીઓના માધ્યમથી ગુજરાતના ૧૦ લાખ જેટલા નાના કારીગરો અને વેપારીઓને રૂા.૧ લાખ સુધીનું ધિરાણ વિના ગેરેન્ટીએ આપવાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધિરાણ પરના ૮ ટકા વ્યાજમાંથી છ ટકા વ્યાજનો બોજ સરકાર વેંઢારશે. આ વ્યાજ બોજ અંદાજે રૂા. ૩૩૦ કરોડનો થશે.
આ લોન લેનારે પહેલા છ મહિના સુધી એક પણ હપ્તો ભરવાનો રહેશે નહિ. ત્યારબાદના ૩૦ મહિનામાં તેમના નાણાં બે ટકા વ્યાજ સાથે સરખા હપ્તામાં ચૂકવી દેવાના રહેશે. ગુજરાતના ૯૦૦૦થી વધુ સ્થળેથી આવતીકાલથી એટલે કે ૨૧મી મેથી આ લોન મેળવવા માટેની અરજી કરવા માટેના ફોર્મ મળતા થઈ જશે. આ આયોજન હેઠળ રૂા. ૫૦૦૦ કરોડનું ધિરાણ કરવામાં આવનારું હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આજે જાહેર કર્યુંહતું. નાના દુકાનદારો, પ્લમ્બર ઇલેક્ટ્રિશિયન જેવા નાના નાના કારીગરોને પણ આ લોન માટે અરજી કરવા આવાહન કર્યું હતું. વાળંદ, દરજી કામ, પ્લમ્બીંગ કામ, ઇલેકટ્રીશ્યન, રેકડી ફેરી કરનારાઓને લોકડાઉનની સ્થિતીમાંથી ફરીથી બેઠા કરવા પાંચ હજાર કરોડની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના શરૂ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.