કોરોનાનું તાંડવઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 333 નવા કેસ, 26ના મોત

– ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંકડો 5000ને પાર
– ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 300 પ્લસ કેસ નોંધાયા
– અત્યાર સુધીમાં કુલ 262 દર્દીઓના મોત થયા

રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.

આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ કુલ 333 નવા કેસ નોંધાયા છે. 26 લોકોના મૃત્યુ થયા છે. 3860 લોકો હાલ સારવાર હેઠળ છે અને 36 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 160 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 5054 થયો છે જયારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 3543 થયો છે.

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 300 પ્લસ કેસ નોંધાયા છે. ગુજરાતમાં ચોથી વખત 300 પ્લસ કેસ થયા છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં 947 કેસ નોંધાયા છે તો અમદાવાદમાં ત્રણ દિવસમાં 750 કેસ નોંધાયા છે.

આમ અત્યાર સુધીમાં કુલ 262 દર્દીઓના મોત થયા છે અને 17 એપ્રિલ બાદ કોરોનાગ્રસ્ત 896 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.

અમદાવાદ

250

ભાવનગર

6

બોટાદ

6

દાહોદ

1

ગાંધીનગર

18

ખેડા

3

સુરત

17

તાપી

1

વડોદરા

17

વલસાડ

1

મહીસાગર

6

છોટા ઉદેપુર

1

નવસારી

2

પંચમહાલ

1

પાટણ

3

કુલ

333

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.