રાજ્યમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. કોરોનાના કહેરને પગલે ફરી એકવાર કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ તથા એકેડેમિક એક્સપર્ટ ડૉક્ટર આજે ગુજરાતની મુલાકાતે છે. જોકે, લવ અગ્રવાલને ચોક્કસ જવાબ ન મળતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારીની ઝાટકણી કાઢી હતી.
ટેસ્ટ બીજે થતા હોય તો ધનવંતરી રથનો ફાયદો શુંઃ લવ અગ્રવાલ
કોર્પોરેશનના અધિકારીઓને જ્યારે ધનવંતરી રથના ઉપયોગ વિશે સવાલ પુછવામાં આવ્યાં ત્યારે પણ લવ અગ્રવાલ નારાજ થયા હતા. તેમણે અધિકારીઓને પુછ્યું કે ધનવંતરી રથનો શું ઉપયોગ કરો છો? ત્યારે અધિકારીઓ કહ્યું કે રથ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરે છે અને આર્યુવેદીક દવા આપાવમાં આવે છે. તેના જવાબમાં લવ અગ્રાવાલે બીજો સવાલ પુછ્યો કે ધનવંતરથમાં ટેસ્ટ થાય છે કે નહીં ? તેના પર અધિકારીઓ કહ્યું કે ટેસ્ટ બીજે થાય છે. અધિકારીઓના જવાબ પર લવ અગ્રવાલ ભારે નારાજ થયા હતા અને કહ્યું કે ટેસ્ટ બીજે થતા હોય તો ધનવંતરી રથનો મતલબ શું.
ચોક્કસ જવાબ ન મળતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારીની ઝાટકણી કાઢી
કેન્દ્રીય આરોગ્ય અધિકારી લવ અગ્રવાલે કોર્પોરેશનના અધિકારીઓને પ્રશ્ન પુછ્યાં અને એક જ સવાલના ત્રણ અલગ-અલગ જવાબ આપવામાં આવ્યાં માટે લવ અગ્રવાલ અધિકારીઓ પર ગુસ્સે થયા હતા. બીજું કે સેટેલાઈના કન્ટેમેન્ટ એરિયાના સચિન ટાવરને ક્યારે જાહેર કર્યો તેને પણ કોઇ અધિકારીઓ જવાબ આપી ન શક્યા. ક્યા વિસ્તારમાં પહેલો કેસ ક્યારે નોંધાયો સહિતના અનેક સવાલો પર કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે મતમંતાર જોવા મળ્યો હતો. તેના પર લવ અગ્રવાલે કોઈ એક ડેટા કોઈ એક વ્યક્તિ આપે તેવી વાત કહી હતી. કોર્પોરેશનના અધિકારીઓ જવાબ ન આપી શક્યા તો લવ અગ્રવાલે મીડિયાને દૂર કરવા માટે પોલીસને આદેશ અપાયો હતો.
આરોગ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલની ટીમે વસંતનગર ટાઉનશિપ ગોતા ખાતે ધનવંતરી રથની મુલાકાત લીધી હતી. આરોગ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલની ટીમે વસંતનગર ટાઉનશિપ ગોતા ખાતે ધનવંતરી રથની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત બાદ લક્ષ્મણ ગઢનો ટે કરે -ઘાટલોડિયા જશે પછી કઠવાડાની મુલાકાત લેશે.
સંતનગરમાં કોરોનાની સ્થિતિ અને ધનવંતરી રથની સમીક્ષા કરી હતી. કેન્દ્રની ટીમ સાથે આરોગ્ય કમિશનર જે.પી શિવહરે હાજર રહ્યા હતા. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, ડોક્ટર રાજીવ ગુપ્તા કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સાથે બેઠક કરી હતી. અને આ બેઠકમાં ગુજરાતમાં કોરોનાના કેસો અંગેની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.