કોરોના ટેસ્ટમાં ગુજરાત સરકારે કર્યો 1000 રૂપિયાનો ઘટાડો, હવે 1500 રૂપિયામાં થશે રિપોર્ટ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે રાહત ભર્યા સમાચાર આપ્યા છે. RT-PCR ટેસ્ટના ભાવ ઘટાડવાની માંગ બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોના RT-PCR ટેસ્ટ માટે ચાર્જમાં ઘટાડો કરાયો છે.

કોરોના ટેસ્ટના ચાર્જમાં રાજ્ય સરકારે એક હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. ખાનગીમાં ટેસ્ટ કરાવશો તો, 1500 રૂપિયા થશે, જ્યારે ઘરેથી ટેસ્ટ કરાવશો 2 હજાર રૂપિયા થશે. અગાઉ ઘરેથી ટેસ્ટ કરવાના 3 હજાર રૂપિયા થતાં હતા.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોનાના RT-PCR ટેસ્ટના ભાવ ખુબ વધારે હોવાથી ગરીબ-મધ્યમ વર્ગના લોકોને ટેસ્ટ કરાવવો પોસાતો નથી જોકે હવે રાજ્યમાં ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે જો કોઇ વ્યક્તિ પોતાના ઘરેથી ટેસ્ટ કરાવશે તો તેને બે હજાર રૂપિયા ચૂકવવા પડશે જે અગાઉ ટેસ્ટિગ માટે ત્રણ હજાર રૂપિયા ચૂકવવા પડતા હતા. આવતી કાલથી આ ચાર્જ લાગૂ કરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 35,23,653 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં દરમિયાન અત્યાર સુધીના સૌથી વધુ 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ખાનગી લેબમાં હવે 2500ની જગ્યાએ ટેસ્ટ માટે 1500 રૂપિયા ચૂકવવા પડશે. આ પહેલા કોરોના ટેસ્ટ માટે 2500 રૂપિયાનો ચાર્જ લેવાતો હતો. આ સિવાય હવે ઘરે આવીને કોરોના ટેસ્ટ કરશે તો 2000 ચૂકવવા પડશે. જે અગાઉ 3000 હજાર ચાર્જ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌથી પહેલા કોરોના ટેસ્ટ માટે 4500 લેવાતા હતા. જોકે મે મહિનામાં ICMRએ 4500 રૂપિયાની ટોચ મર્યાદા હટાવી હતી જે બાદ રાજ્ય સરકારે સરકારે કોરોના ટેસ્ટ માટે 2500 રૂપિયા લેવાનો નિર્ણય કરાયો હતો. જે બાદ હવે સરકારે ભાવ ઘટાડીને 1500 રૂપિયા લેવાનો નિર્ણય કર્યો.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના સૌથી વધારે 1364 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1447 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 12 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3259 પર પહોંચી ગયો છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજ દિવસમાં કુલ 98,156 લોકોને સ્વસ્થ થયાં છે. રાજ્યમાં સુરતમાં આજ રોજ સૌથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જામનગરમાં 281, અમદાવાદમાં 165, વડોદરમાં 122 અને જામનગરમાં 108 કેસ નોંધાયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.