કોરોનાથી થતા મોતના આંકડા છુપાવી રહ્યુ છે પાકિસ્તાન? કરાચીમાં 3265 લાશો દફનાવાઈ

કોરોનાના કારણે પાડોશી દેશ પાકિસ્તાન પણ પ્રભાવિત થયુ છે. પાકિસ્તાનમાં તો સ્થિતિ વધારે ખરાબ છે. કારણકે અહીંયા મેડિકલ સ્ટાફ વાસે માસ્ક, ગ્લોવ્ઝ અને પીપીઈ કિટની પણ અછત વધારે છે. આમ છતા પાકિસ્તાનમાં કોરોનાના કારણે થયેલા મોતની સખ્યા ઓછી છે.

હાલમાં પાકિસ્તાનમાં કોરોનાના 7000 દર્દીઓ છે અ્ને 143 લોકોના મોત થયા છે ત્યારે પાકિસ્તાનના આંકડા પર સવાલો ઉઠવા લાગ્યા છે. પાકિસ્તાન પણ ચીનની જેમ આંકડા ઓછા બતાવવાની કોશિશ કરી રહ્યુ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.

કરાચીથી એવા અહેવાલ આવ્યા છે કે, કરાંચીના કબ્રસ્તાનોમાં છેલ્લા 49 દિવસમાં 3265 મૃતદેહોને દફનાવવામાં આવ્યા છે.આ સંખ્યા ચોંકાવનારી છે. આ પહેલા પાકિસ્તીની મીડિયાના કેટલાક રિપોર્ટમાં પણ કરાંચીમાં મોટી સંખ્યામાં લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા હોવા છતા તંત્ર તેને દબાવવાની કોશિશ કરી રહ્યુ હોવાનુ કહેવાયુ હતુ.

રિપોર્ટ પ્રમાણે અધિકારીઓ આ મુદ્દે વાત કરવા માટે તૈયાર નથી. ઈમરાન સરકારે આ આંકડાઓને ફગાવી દીધા છે. જ્યારે જાહેર થયેલા આંકડા કરાંચી નગર નિગમે આપેલા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.