કોરોના થતો હોય તો થાય પણ ટેસ્ટ નહી કરાવીએ કહીને ટોળુ ડોક્ટરો પર તુટી પડ્યુ

યુપીના મુરાદાબાદમાં મેડિકલ ચેક અપ માટે ગયેલી ટીમના ડોક્ટરો અને બીજા સભ્યો પર જે રીતે ગઈકાલે પથ્થરમારો કરાયો હતો તે જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે.

આ ઘટના અંગે પોલીસે જાણકારી આપતા કહ્યુ હતુ કે, જ્યારે મેડિકલ સ્ટાફ પહોંચ્યો ત્યારે ભીડ હિંસક બની હતી. કોઈ કશું સાંભળવા માટે તૈયાર નહોતુ. જ્યારે તેમને સમજાવવાની કોશિશ કરાઈ કે મેડિકલ ટીમ તેમના ભલા માટે આવી છે ત્યારે લોકો બૂમો પાડવા માંડ્યા હતા કે, કોરોના ફેલાતો હોય તો ફેલાય પણ અમે મેડિકલ ટેસ્ટ નહી કરાવીએ.

પોલીસના કહેવા પ્રમાણે એ પછી ધારદાર હથિયારો, લાટીઓ સાથે લોકો ડોક્ટર અને મેડિકલ સ્ટાફ પર તુટી પડ્યા હતા. અચાનક  થયેલા હુમલાથી સાથે રહેલા પોલીસ કર્મીઓ પણ કશું સમજી શક્યા નહોતા. ભીડ સતત બૂમો પાડી રહી હતી કે, ટેસ્ટ તો નહી જ કરાવીએ. એ પછી તરત જ કંટ્રોલ રુમને હુમલાનો મેસેજ અપાયો હતો, પોલીસ કર્મીઓને પણ અગાસી પરથી થતા પથ્થરમારાના કારણે જીવ બચાવવા ભાગવુ પડ્યુ હતુ. બે પોલીસ કર્મીઓ પથ્થરો વાગવાથી ઘાયલ થયા હતા. એક અધિકારીને ઘરમાં છુટપાઈ જવુ પડ્યુ હતુ.

એવુ લાગતુ હતુ કે, ભીડ આખી ટીમને જ જાનથી મારી નાંખવા માંગે છે. બીજી તરફ મેડિકલ સ્ટાફ બચાવ માટે બૂમો પાડી રહ્યો હતો. મેડિકલ સ્ટાફ પણ આ ઘટના યાદ કરીને હજી ધ્રુજી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.