કોરોનાએ તોડી રેલવેની કમર, જાણો આવકમાં કેટલો મોટુ ગાબડુ પડ્યુ

કોરોનાના કારણે લાગુ થયેલા લોકડાઉન અને એ પછી કોરોનાના કહેરના કારણે ભારતીય રેલવેને અકલપ્નીય આર્થિક નુકસાન થયુ છે.

રેલવેના સીઈઓ અને ચેરમેન વી કે યાદવના કહેવા પ્રમાણે કોરોનાના કારણે ગયા વર્ષની સરખાણમીએ આ વર્ષે રેલવેની આવકમાં 87 ટકાનો ઘટાડો નોંધાયો છે.ગયા વર્ષે રેલવેની આવક 53000 કરોડ રુપિયા હતી અને આ વખતે માત્ર 4700 રુપિયા રેલવેની આવક થઈ છે.કેગ દ્વારા પોતાની રિપોર્ટમાં ગયા વર્ષે પણ કહેવામાં આવ્યુ હતુ કે, 2017-18માં ભારતીય રેલવે દ્વારા 98.44 રુપિયાનો ખર્ચ કરવામાં આવે ત્યારે તે 100 રુપિયા આવક મેળવે છે.

લોકડાઉનના કારણે રેલવેને પેસેન્જર ટ્રેનો થકી થતી આવકમાં મોટો ફટકો વાગ્યો છે.કારણકે હજી પણ આ ટ્રેનો પૂરેપૂરી સંખ્યામાં ચાલી રહી નથી.રેલવે ચેરમેન વી કે યાદવનુ કહેવુ છે કે, હાલમાં રોજ 1000 ટ્રેનો દોડી રહી છે પણ કોરોના પહેલા રોજ 1700 ટ્રેનો દોડાવાતી હતી.જોકે રેલવે માટે સારી વાત એ છે કે, રેલવે દ્વારા થતી સામાનની હેરાફેરીમાં વધારો થઈ રહ્યો છે.ગયા વર્ષ કરતા 10 ટકા વધારે સામાન રેલવે દ્વારા હેરફેર થાય તેવો અંદાજ છે.ઉપરાંત ઈકોનોમી ફરી પાટે ચઢી રહી છે ત્યારે કોલસા, લોખંડ તેમજ ફર્ટિલાઈઝરની ગૂડઝ ટ્રેન દ્વારા થતી હેરફેરમાં વધારો પણ થઈ રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.