કોરોના વાયરસનને લઈને સાવચેતીના પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્યુશનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, તેમ છતાં પણ સુરતમાં ઘણા ટ્યુશન ક્લાસીસો બેફામ ચાલી રહ્યા છે. આ સાથે વાલીઓ પણ પોતાના બાળકોને શાળાએ મોકલતા અચકાતા નથી. સરકારે આવા ટ્યુશન ક્લાસીસના સંચાલકો સામે આકરા પગલા લીધા છે.
ભારત સરકાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખીને કોરોના વાયરસનો ચેપ ફેલાય નહીં અને તેને અટકાવવા માટે સુરત જીલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી. વસાવાએ એક જાહેરનામા દ્વારા સમગ્ર જિલ્લામાં વ્યવસાયિક અને રહેઠાણવાળા વિસ્તારોમાં ચાલતા તમામ ટ્યુશન અને કોચિંગ ક્લાસિસના શૈક્ષણિક કાર્ય પર 19 માર્ચથી 29 માર્ચ સુધી મનાઈ ફરમાવવામાં આવી છે.
આ સમય દરમિયાન રાજ્ય સરકારની તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. હવે પછી ફરીથી ટ્યુશન ક્લાસીસ ક્યારે શરૂ કરવા તે રાજ્ય સરકાર દ્વારા સુચન કરવામાં આવશે. સુરત જિલ્લામાં આવેલા કોઈ પણ ટ્યુશન ક્લાસીસ દ્વારા સરકારની આ સુચનનો ભંગ કરનારને શિક્ષાપાત્ર ગણવામાં આવશે. સુરત જિલ્લામાં આવેલા તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરવા બદલ ઈ.પી.કો. કોલમ 177 મુજબ ફરીયાદ દાખલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.