કોરોનાનો ઉછાળો : 24 કલાકમાં 51000 કેસ, ભાજપ અધ્યક્ષ નડ્ડા પોઝિટિવ

– દેશભરમાં કોરોનાના કેસો 99 લાખ નજીક

– વધુ 37637 સાથે સાજા થયેલાનો આંકડો 93.86 લાખ : 323ના મોત સાથે મૃત્યુઆંક 1.43 લાખને પાર

નડ્ડા ઘરે આઇસોલેટ, સંપર્કમાં આવેલાઓનો ટેસ્ટ થશે, અનિલ વિજને રોહતકની હોસ્પિટલ લઇ જવાયા 

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના વધુ 51,788 કેસો નોંધાયા હતા, જેને પગલે કુલ કેસોની સંખ્યા 99 લાખની નજીક પહોંચી ગઇ છે અને આગામી બે ત્રણ દિવસમાં એક કરોડને પાર કરી જાય તેવી શક્યતાઓ છે. બીજી તરફ ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ઘરે જ આઇસોલેટ કરાયા છે અને જરૂરી દવા અને સારવાર આપવામાં આવી રહી છે.

નડ્ડાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કોરોનાના લક્ષણો જણાતા મે ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા હાલ હું ઘરે આઇસોલેટ થયો છું. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે મારૂ સ્વાસ્થ્ય સંપૂર્ણપણે ઠીક છે, જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓએ પોતાનો કોરોના ટેસ્ટ જરૂર કરાવી લેવો. નડ્ડા હાલમાં જ ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં ગયા હતા જ્યાં તેઓ સૃથાનિક નેતાઓને મળ્યા હતા અને રેલીને પણ સંબોધી હતી.

બીજી તરફ હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને અંબાલાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી હતી, જોકે ત્યાં તેમને યોગ્ય ન લાગતા હાલ રોહતક સિૃથત પીજીઆઇએમએસ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે. જાણિતા ક્લિનિકલ વૈજ્ઞાાનિક ગગનદીપ કાંગે જણાવ્યું હતું કે કોરોનાની રસીની ટ્રાયલમાં કોઇ પણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે.

ટુંકા ગાળામાં જ હાલ વિવિધ રસીની ટ્રાયલ ચાલી રહી છે. રસીની ક્લિનિકલ ટ્રાયલમાં કોઇ પણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે. દરમિયાન કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. અત્યાર સુધી દરરોજ 30 હજારથી ઓછા કેસો સામે આવતા હતા પણ હવે આંકડો 50 હજારની પાર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના વધુ 51788 કેસો સામે આવ્યા છે. જેને પગલે કુલ કેસોનો આંકડો 98,83,120ને વટાવી ગયો છે. બીજી તરફ વધુ 232 લોકોના મોત સાથે મૃત્યુઆંક પણ વધીને 1,43,323ને પાર પહોંચ્યો હતો. જોકે સાથે જ 24 કલાકમાં 37,637 લોકોને સાજા કરી લેવાયા હતા જે સાથે જ દેશભરમાં સાજા થયેલાનો કુલ આંકડો 93,86,331ને વટાવી ગયો છે.

રસી આપવા પાછળ સરકારને વ્યક્તિ  દીઠ રૂ 150  સુધીનો ખર્ચ થઇ શકે 

નવી દિલ્હી, તા. 13

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણના રાજ્યકક્ષાના મંત્રી અશ્વીની કુમાર ચૌબેએ કહ્યું હતું કે ઇલેક્શન બૂથની જેમ જ પુરા દેશમાં કોરોના વેક્સિન બૂથ પણ તૈયાર કરવામાં આવશે.

દરેક બુથ પર રોજના 100 લોકોને રસી આપવામાં આવશે. લોકોને કોરોનાથી બચવા માટે આ રસી આપવામાં આવશે જેની હાલ ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. ચૌબેએ કહ્યું કે અમારા એ પ્રયાસો છે કે સસ્તીમાં સસ્તી રસી બનાવવામાં આવે જેથી તેનો લાભ દરેક નાગરીકોને મળી રહે.

હાલ યુદ્ધના સ્તરે કોરોનાની રસીને સાચવવાનું કોલ્ડ સ્ટોરેજનું કામકાજ ચાલી રહ્યું છે. સૌથી પહેલા બિહારને સાત લાખ ડોઝ આપવામાં આવશે કેમ કે અમારા પક્ષે બિહારમાં સૌથી પહેલા રસી પહોંચતી કરવાનું વચન આપ્યું હતું જેના પર કામ ચાલી રહ્યું છે. લોકોને આ રસી મફતમાં મળી રહે તે માટે અમારા પ્રયાસો ચાલી રહ્યા છે.

એવા અહેવાલો છે કે કોરોનાની રસી પહોંચતી કરવામાં પ્રતિ વ્યક્તિ 100થી 150 રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે. ભારતમાં 2022 સુધીમાં 80 કરોડ લોકોને કોરોનાની રસી આપવા માટે 1.3થી 1.4 લાખ રસી કેન્દ્રોની જરૂર પડશે. આ માટે એક લાખ હેલૃથ કેર સ્ટાફ અને તેની મદદ માટે બે લાખ વધારાના સ્ટાફની જરૂર પડશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.