સીરમ ઇન્સ્ટિટ્યુટની, કોરોના વેક્સિન કોવિશીલ્ડનો, પહેલો જથ્થો પહોંચી ગયો દિલ્હી

સીરમ ઇન્સ્ટિટ્યુટની કોરોના વેક્સિન કોવિશીલ્ડનો પહેલો જથ્થો દિલ્હી પહોંચી ગયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ફ્લાઇટ નંબર AI-850માં પુણેથી દિલ્હી સુધી આ જથ્થો પહોંચાડવામાં આવ્યો છે.

કોવિશીલ્ડ નામની કોરોના વેક્સિનને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ભારત બાયોટેકની કોલેક્સિનને પણ મંજૂરી મળી છે.

સીરમ ઇન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડને સ્ટોર કરવા માટે 2 થી 8 ડિગ્રી તાપમાનની જરુર છે. આ વેક્સિનને સામન્ય ફ્રિઝરમાં રાખી શકાય છે. સરકારે દેશમાં વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટનો પ્લાન તૈયાર કર્યો છે. હવાઇ માર્ગે વેક્સિનને દેશના દરેક ખુણા સુધી પહોંચાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ પુણેમાં આવેલી છે. કોવિશીલ્ડ વેક્સિનનું નિર્માણ પણ જ કંપની કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.