કોરોનાના વધતા કેસોને લઇ શક્તીસિંહ ગોહીલનું નિવેદન સામે આવ્યુ છે.
અમદાવાદમાં દર્દીને ICU બેડ અને વેન્ટીલેટર નથી મળતા. SVP કે પ્રતિષ્ઠિત હોસ્પિટલ છે. 1200 બેડની હોસ્પિટલમાં માત્ર 300 જ ICU બેડ છે. લોકોને મુશ્કેલી પડે છે છતા જવાબ સુધ્ધા કોઇ આપવા હોતું નથી.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3280 કેસ નોંધાયા છે અને 2167 દર્દીઓ સાજા થયાં છે
ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 171 લોકો વેન્ટિલેટર પર છે.
કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.