કોરોનાના વધતા જતા કહેર વચ્ચે ગુજરાતમાં હાલ 300 જેટલા ફેફસાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના પોઝિટિવના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે કોરોના દર્દીઓની સારવાર કરતાં ફેફસાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની જરૂર પડે છે.

હાલ ફેફસાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની વાત કરીએ તો આ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પલ્મોનોલોજિસ્ટ અથવા ચેસ્ટ ફિઝિશિયન કહેવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો હાલ ગુજરાતમાં આ ચેસ્ટ ફિઝિશિયન એટલે કે પલ્મોનોલોજિસ્ટ અંદાજે ૩૦૦ જેટલા છે. જેમાં મોટી સરકારી હોસ્પિટલોમા ખૂબ ઓછા પલ્મોનોલોજિસ્ટ છે.

આ અંગે એસોસિએશન ઓફ ચેસ્ટ ફિઝિશિયન ઓફ ગુજરાતના સેક્રેટરી ડો.રાજ ભગતે જણાવ્યું કે હાલ સમગ્ર ગુજરાતમાં 300 જેટલા ચેસ્ટ ફિઝિશિયન છે જેમાં અમદાવાદમાં આ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની સંખ્યા 120 જેટલી છે.

કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર વખતે ક્રિટિકલ સિચ્યુએશનમાં ચેસ્ટ ફિઝિશિયન ઉપરાંત હાર્ટ સ્પેશિયાલિસ્ટ અને એમબીબીએસ ડોકટર સહિત3 ડોક્ટરોની ટીમ સારવાર દરમિયાન ખડે પગે હોય છે

હાલ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચેસ્ટ ફિઝિશિયન એટલે કે પલમ બાર જ છે ત્યારે અમદાવાદમાં કામચલાઉ ઉભી કરાયેલી 1200 બેડ ની સ્પેશ્યલ કોવિડ 19 કોરોના હોસ્પિટલ માટે 90 જેટલા પલ્મોનોલોજિસ્ટ અને 165 એમ.બી.બી.એસ ડોક્ટરોની પણ ભરતી કરવામાં આવનાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.