રાજસ્થાનમાં કોરોના પોઝીટીવ કેસોમાં સતત વૃદ્ધિ થઈ રહી હોઈ રાજસ્થાન સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત, યુપી સહિતના આંતરરાજ્યને જોડતી તમામ સરહદોને સાત દિવસ માટે સીલ કરી દેવામાં આવી છે. જેમાં બહારથી આવતા લોકોના પ્રવેશ પર પાબંધી મુકવામાં આવતા બનાસકાંઠાને જોડતી રાજસ્થાનની ગુંદરી, નેનાવા, ખોડા, છાપરી, અમીરગઢની માવોલ તથા અંબાજીની છાકરી સહિત સાત જેટલી બોર્ડરો બુધવારથી બંધ કરી દેવાઈ છે. અને રાજસ્થાન હદની ચેકપોસ્ટો પર પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત ડુંગરપુર પોલીસે શામળાજી નજીક આવેલી રતનપુર બોર્ડર સહિત અન્ય સરહદો સીલ કરી દીધી છે.
પાડોશી રાજ્ય રાજસ્થાનમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો હોય કોરોના પર અંકુશ મેળવવા માટે રાજસ્થાન સરકાર દ્વારા આંતર રાજ્યને જોડતી બોર્ડરોને સીલ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોને જોડતી રાજસ્થાનની તમામ સરહદોને તા.૧૦ જૂનથી આગામી સાત દિવસ માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે અને લોકોની આવન જાવન પર પ્રતિબંધ મુકી દેવાયો છે.
જેને લઈ બનાસકાંઠાના અમીરગઢ, અંબાજી, ધાનેરા, થરાદ તાલુકાને સાંકળતી રાજસ્થાનની સાત જેટલી બોર્ડર પર રાજસ્થાન પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. અને બહારના લોકોની આવન-જાવન પર કડક પ્રતિબંધ મુકાયો છે. જેમાં મેડિકલ, ઈમરજન્સી અને પાસધારક તેમજ પાસ ઈસ્યુ કરાયેલ માલવાહકના પ્રવેશ અને અવરજવર કરવામાં છૂટછાટ આપવામાં આવી છે.પરંતુ અમીરગઢ પાસે આવેલ રાજસ્થાનની માવલ તથા અંબાજી પાસે આવેલ છાપરી ચેકપોસ્ટ અચાનક સીલ કરી દેવમાં આવલ છે. સિરોહી એડિશનલ એસ પી હર્ષ રતનું માવલ બોર્ડરની મુલાકાત લીધેલ હતું. અને સરકારના આદેશનું પાલન કરતા બોર્ડર સીલ કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસ ગુજરાતની હદમાં અમીરગઢ બોર્ડર પર તૈનાત કરી દેવામાં આવી હતી. અને ગુજરાતમાંથી આવતા દરેક વાહનોને પાછા મોકલવામાં આવી રહ્યા છે. માત્ર દર્દી અને ઓનલાઇન કરાયેલ વાહનોને જ જવા દેવામાં આવી રહ્યા છે. અમીરગઢ બોર્ડર પર એકવાર ફરી વાહનોની કતારો લાગી હતી અચાનક બોર્ડર સીલ કરતા દુરથી આવતા લોકો અટવાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.