દુનિયાની સાથે સાથે ભારતમાં પણ હવે કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે અને શટડાઉનની જાહેરત પણ કરી દેવામાં આવી છે દરમિયાન બુધવારે જ દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને 650 ને પાર કરી ગયો હતો. ગુરુવાર બપોર સુધીમાં આ આંકડો 680 પર પહોંચ્યો છે. ગુરૂવારે શ્રીનગરમાં 1, મહારાષ્ટ્રમાં 1, ગુજરાતમાં 1 તેમજ ભીલવાડામાં પણ 1 વ્યક્તિનું મોત થઇ જતાં મૃત્યુંઆંક 17 પર પહોંચી ગયો છે. વાયરસની સૌથી વધુ અસર છે તે મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને હવે 130 પર પહોંચી ગઇ છે. તો બીજી તરફ ૪૩ લોકો સાજા થઇને ઘરે પરત પણ ફર્યા છે.
કેન્દ્ર સરકારે ૮૦ કરોડ લોકોને ૨ રૂપિયા કીલો ઘઉં અને ત્રણ રૂપિયામાં ચોખા આપવાનું નક્કી કર્યું છે. દેશમાં કોરોનાવાઈસનું સંક્રમણ 25 રાજ્યો સુધી પહોંચી ગયું છે. સંક્રમિતોનો આંકડો 680 ને વટાવી ગયો છે. 16 દિવસમાં 17 પોઝિટિવ દર્દીના મોત થયા છે. ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 65 વર્ષીય દર્દીએ
જીવ ગુમાવ્યો છે. જ્યારે મુંબઈમાં પણ 65 વર્ષીય મહિલાનું મોત થયું છે. ગુજરાતનાં ભાવનગરમાં 70 વર્ષના વૃદ્ધ વ્યક્તિ તેમજ રાજસ્થાનનાં ભીલવાડામાં એક વ્યક્તિનું મોત થયું છે.
બુધવારે તમિલનાડુ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં કુલ ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. 22 માર્ચે કુલ 3 મોત નોંધાયા હતા જેમાં મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાતમાં 1-1 વ્યકિતના મોત થયા હતા, 23મી માર્ચે 2 મોત નોંધાયા હતા જેમાં પશ્વિમ બંગાળમાં 1 અને હિમાચલ પ્રદેશમાં એક વ્યક્તિનું મોત થયું હતું. 24મી માર્ચે મહારાષ્ટ્રમાં 1 વ્યક્તિનું મોત થયું હતું, 25 મી માર્ચે તામિલનાડુમાં 1, મધ્યપ્રદેશમાં 1 અને ગુજરાતમાં 1 એમ કુલ 3 વ્યક્તિઓના મોત થયાં હતા જ્યારે 26મી માર્ચે એટલે કે ગુરૂવારે પણ ત્રણના મોત થયાં છે. 26 માર્ચે જમ્મુ કાશ્મીરમાં 1, મહારાષ્ટ્રમાં 1, રાજસ્થાનમાં 1 અને ગુજરાતમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.