કોરોનાથી સૌથી વધુ મૃત્યુદર મામલે ગુજરાત ત્રીજા સ્થાને, છેલ્લા 10 દિવસમાં 192 વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો

ગુજરાતમાં કોરોના વધુને વધુ ઘાતક બની રહ્યો છે. સોમવાર સાંજ 7ને 30 કલાક સુધી છેલ્લા 24 કલાકમાં વધુ 29 સાથે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 319 થઇ ગયો છે. આ પૈકી છેલ્લા 10 દિવસમાં જ 192ના મૃત્યુ થયા છે. આમ, કુલ મૃત્યુના 60 ટકા છેલ્લા 10 દિવસમાં જ નોંધાયા છે. હોટ સ્પોટ બની ચૂકેલા અમદાવાદમાં પણ દિવસેને દિવસે ગંભીર સ્થિતિ થઇ રહી છે. અમદાવાદમાં કુલ 234ના મૃત્યુ થયા છે અને તેમાંથી 68.80%  છેલ્લા 10 દિવસમાં જ થયેલા છે.

છેલ્લા પાંચ દિવસની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી 122 જ્યારે અમદાવાદમાંથી 100 વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે. આ ઉપરથી કોરોનાની ઘાતકતાનો અંદાજ મેળવી શકાય છે. ગુજરાતમાં અત્યારસુધી કોરોનાથી નોંધાયેલા કુલ મૃત્યુના 73.30% માત્ર અમદાવાદમાં જ છે. છેલ્લા 10 દિવસની સ્થિતિ જોવામાં આવે તો ગુજરાત અને અમદાવાદમાં પણ મૃત્યુઆંકમાં પાંચથી છ ગણો વધારો થયો છે. ગુજરાતમાં મૃત્યુઆંક 25 એપ્રિલે 6 હતો જે હવે 29 જ્યારે અમદાવાદમાં મૃત્યુઆંક 4 હતો તેમાંથી  વધીને 26 થયો છે.

છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં 20થી વધુ વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાતમાં અત્યારસુધીના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5804 છે. જેમાંથી 25 વેન્ટિલેટર પર જ્યારે 4265 સ્ટેબલ છે. અત્યારસુધી 1195 વ્યક્તિએ કોરોનાને પરાસ્ત કરેલો છે. અમદાવાદના 33માંથી 31 જિલ્લામાં કોરોનાનો પગપેસારો થયેલો છે. આ ઉપરાંત 16 જિલ્લામાં કોરોનાથી ઓછામાં ઓછી એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે.

દેશના જે રાજ્યોમાં કોરોનાથી 50થી વધુ મૃત્યુ થયા હોય તેના મૃત્યુદરમાં ગુજરાત 5.50 ટકા સાથે ત્રીજા સ્થાને છે. આ યાદીમાં પશ્ચિમ બંગાળ 10.50  ટકા સાથે મોખરે છે. પશ્ચિમ બંગાળમાં નોંધાયેલા કોરોનાના 1259 કેસમાંથી 133ના મૃત્યુ થયેલા છે. મધ્ય પ્રદેશ 5.56 ટકાના મૃત્યુ દર સાથે બીજા સ્થાને છે. મહારાષ્ટ્ર કોરોનાથી મૃત્યુને મામલે ટોચના સ્થાને છે પણ મૃત્યુદર મામલે ચોથા સ્થાને છે. મહારાષ્ટ્રમાં કુલ 12974 કેસમાંથી 548ના મૃત્યુ થયા છે અને તેનો મૃત્યુદર 4.23 ટકા છે.

 કયા રાજ્યોમાં કોરોનાથી વધુ મૃત્યુ દર?

(* મૃત્યુઆંક ૫૦થી વધુ હોય તેવા રાજ્યો.)

 છેલ્લા ૧૦ દિવસમાં નોંધાયેલા મૃત્યુ?

રાજ્ય

કેસ

મૃત્યુ

મૃત્યુદર

પશ્ચિમ બંગાળ

1259

133

10.50

મધ્ય પ્રદેશ

2837

156

5.56

ગુજરાત

5804

319

5.50

મહારાષ્ટ્ર

12974

548

4.23

રાજસ્થાન

3016

75

2.48

દિલ્હી

4549

64

1.49

તારીખ

ગુજરાત

અમદાવાદ

25 એપ્રિલ

06

04

26 એપ્રિલ

18

18

27 એપ્રિલ

11

05

28 એપ્રિલ

19

19

29 એપ્રિલ

16

14

30 એપ્રિલ

17

15

1 મે

22

16

2 મે

26

20

3 મે

28

23

4 મે

29

26

કુલ

192

160

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.