કોરોના વિરૂદ્ધની લડતમાં જનતાનું સંપૂર્ણ સમર્થન, સમગ્ર દેશમાં રસ્તા ખાલી

ભારતમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા વધીને 315એ પહોંચી ગઈ છે. કોરોના વાયરસને હરાવવા આજે જનતા માટે, જનતા દ્વારા કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદીની અપીલ પર આજે દેશની જનતા પોત-પોતાના ઘરે છે. રસ્તા સમગ્ર રીતે ખાલી છે. જનતા કર્ફ્યુ દરમિયાન મુંબઈમાં આજે મોનોરેલ સેવા બંધ છે. આ સિવાય હરિયાણા અને પંજાબમાં ખાનગી અને સરકારી બસ સેવાઓ બંધ છે.

મુંબઈનુ મરીન ડ્રાઈવ પૂરી રીતે સુમસાન છે. કોરોના વાયરસને રોકવા માટે PM મોદીનું જનતા કર્ફ્યુની અપીલની અસર અહીં પણ જોવા મળી રહી છે. મરીન ડ્રાઈવ દક્ષિણ મુંબઈનું ઐતિહાસિક રોડ છે જ્યાં હંમેશા લોકોની અવર-જવર રહે છે.

મુંબઈનો શિવાજી પાર્ક, સામાન્યરીતે રવિવારે દિન પાર્ક ભરેલો રહે છે અને બાળકો અહીં રમી રહ્યા હોય છે. જનતા કર્ફ્યુને મુંબઈકરોનું પૂરુ સમર્થન મળ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.