કોરોના વાયરસના 6 નવા લક્ષણો સામે આવ્યા, જેને અત્યાર સુધી નજરઅંદાજ કરતા હતા

વિજ્ઞાનીઓએ સાથે દાવો પણ કર્યો છે કે, આ લક્ષણો કોરોના વાયરસનો ચેપ લાગ્યાના 2 દિવસથી લઇને 14 દિવસની અંદર નજર આવી શકે છે

 

દુનિયા આખી કોરોના સામે જંગે ચડી છે. તમામ દેશો પોતપોતાની રીતે આ મહામારી સામે લડે છે અને તેનો ઇલાજ શોધવાના પ્રયત્નમાં લાગ્યા છે. તેવામાં વધારે એક ચિંતાજનક વાત સામે આવી છે. અત્યાર સધી કોરોના વાયરસના લક્ષણોમાં શરદી, ઉધરસ, તાવ અને શ્વાસ સંબંધી સમસ્યાઓ હોવાનું જણાવવામાં આવતું હતું. ત્યારે આ બિમારીના બીજા નવા લક્ષણો સામે આવ્યા છે. આ લક્ષણો વિશેની માહિતી અમેરિકાના સેંટર્સ ફઓર હેલ્થ ડિસીઝ એંડ પ્રિવેંશન (સીડીસી) દ્વારા આપવામાં આવી છે.

સીડીસીના વિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસના ત્રણ મુખ્ય લક્ષણો સિવાય એવા બીજા લક્ષણો પણ છે, જેને અત્યાર સુધી નજરઅંદાજ કરવામાં આવતા હતા. સીડીસીએ કોરોના વાયરસના નવા છ લક્ષણો જણાવ્યા છે. વિજ્ઞાનીઓએ સાથે દાવો પણ કર્યો છે કે, આ લક્ષણો કોરોના વાયરસનો ચેપ લાગ્યાના 2 દિવસથી લઇને 14 દિસની અંદર નજર આવી શકે છે. આ લક્ષણો કંઇક આ પ્રમાણે છે.

(1) સીડીસીનું કહેવું છે જે લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, તેવા લોકોને ઠંડી પણ લાગે છે. જે રીતે સામાન્ય ઇન્ફેક્શન કે તાવ દરમિયાન ઠંડી લાગે છે, બિલકુલ તેવી જ રીતે કોરોનાના દરદીને પણ ઠંડી લાગી શકે છે (2) માત્ર ઠંડી જ નહીં પણ તેના કારણે શરીર જડાઇ પણ જશે. ઠંડીના કારણે દરદીનું શરીર થથરવા પણ લાગશે (3) આ સિવાય સીડીસીએ નવા જણાવેલા લક્ષણોમાં માંસપેશીઓમાં દુ:ખાવો પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણા નિષ્ણાંતોએ સાંધાના દુ:ખાવા અંગે વાત કરી છે.

(4) કોરોના થયેલા વ્યક્તિને માથાનો દુ:ખાવો પણ થાય છે. ઘણી વાર તો આ દુ:ખાવો અસહ્ય પણ બને છે. ચીન અને અમેરિકામાં ઘણા બધા કોરોના પોઝિટિવ લોકોને માથાનો તીવ્ર દુ:ખાવો હતો (5) અત્યાર સુધી ઘણા દરદીઓન ગળામાં સોજાની વાત સામે આવી છે, પરંતુ સીડીસીના જણાવેલા નવા લક્ષણોમાં ગળામાં ખંજવાળ અથવા તો બળતરા જેવી સમસ્યા પણ થઇ શકે છે (6) છેલ્લા લક્ષણમાં જણાવ્યું છે કે કોરોનાના દરદીઓ જીભ વડે કોઇ સ્વાદ પારખવામાં અસમર્થ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.