હાલ વિશ્વભરના દેશો કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે. ભારતમાં ગઈકાલ સાંજ સુધીમાં 250 કેસો નોંધાઈ ચુક્યા છે અને આ વાયરસનો ગુજરાતમાં પણ પગપેસારો થઈ ગયો છે.
ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 8 થઈ છે. અમદાવાદમાં 3, વડોદરામાં 3, સુરત અને રાજકોટમાં 1-1 કેસ સામે આવ્યા છે. જ્યારે અન્ય કેટલાક શહેરોમાં શંકાસ્પદ કેસ સામે આવ્યા હોવાથી સંક્રમિત લોકોની સંખ્યા વધી શકે છે.
કોરોનાના સંક્રમણથી બચવા લોકો અનેક પ્રકારની સાવધાની રાખી રહ્યા છે. તેના લક્ષ્ણ સામાન્ય રીતે જોવા મળતી શરદી-ઉધરસ જેવા જ હોય છે.
તાવ આવવો, ગળામાં ખારાશ, સૂકી ઉધરસ, માંસપેશીમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં તકલીફ તેના લક્ષણ છે. પરંતુ હવે કેટલાક નવા લક્ષણો સામે આવ્યા છે. જર્મનીના એક્સપર્ટે જે નવા લક્ષણ બતાવ્યા છે તે મુજબ, કોરોનાતી સંક્રમિત લોકોમાં સૂંઘવા અને સ્વાદ પારખવાની ક્ષમતા ખરાબ થઈ જાય છે. આ લક્ષણ 66 ટકા દર્દીમાં જોવા મળ્યા હતા.
અન્ય એક લક્ષ્ણમાં ડાયરિયા પણ થઈ શકે છે. આ લક્ષણ કોરોનાના 30 ટકા દર્દીમાં જોવા મળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.