ચીનના વુહાન બાદ હવે અમેરિકા હવે કોરોનાનું કેન્દ્ર બન્યુ છે. અમેરિકામાં માહામારી માટે કોરોનાનો એ ટાઈપનો વાયરસ જવાબદાર છે. આ વાઈરસના ત્રણ ટાઈપમાં સમગ્ર દુનિયામાં ફેલાયો છે. આ દાવો કેમ્બ્રિજ યુનિવર્સિટીએ તેના અભ્યાસમાં કર્યો છે. અભ્યાસ મુજબ કોરોના પહેલાં ચામાચીડિયાથી પેંગોલિન જેવાં પ્રાણીઓમાં ફેલાયો, તે પછી વુહાનમાં માનવી ચેપગ્રસ્ત થયો. યુનિવર્સિટીએ માનવી પર હુમલો કરનારા કોરોનાના પ્રથમ પ્રકારને ટાઈપ-એ ગણાવ્યો છે.
આ વાઈરસ વધારે દિવસ સુધી ચીનમાં ન રહ્યો અને હવે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયામાં કેર વર્તાવી રહ્યો છે. ટાઈપ એનું બદલાયેલું સ્વરૂપ ટાઈપ બી છે જેણે ચીનમાં હજારો લોકોના જીવ લીધા. તે પછી ટાઈપ બી યુરોપ, દ.અમેરિકા અને કેનેડા પહોંચ્યો. કોરોનાનો ત્રીજો પ્રકાર ટાઈપ સી છે. તે સિંગાપોર, ઈટાલી અને હોંગકોંગમાં હજારોને ભરખી ચૂક્યો છે. અમેરિકાના માઉન્ટ સિનાઈ હોસ્પિટલના જીનોમ પર આધારિત અભ્યાસમાં ખુલાસો થયો છે કે અમેરિકાના ન્યુયોર્કમાં કોરોનાનો કેર મચાવનારા વાઈરસનો પ્રકાર યુરોપથી આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.