ઈરાનને કોરોના વાયરસે ડરાવી દીધું છે. એટલો ડર કે રાષ્ટ્રપતિ હસન રૂહાની ઇન્ટરનેટ પર સખત પ્રતિબંધ લગાવવાનું વિચારી રહ્યું છે. આમ કરવા માટે ઇસ્લામી મૂલ્યો અને શરિયાનું બહાનું બનાવી શકાય છે. આ પહેલા નવેમ્બર, 2019માં પણ નેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો ગતો. ચીનના ગ્રેટ ફાયરબોલની જેમ ઈરાન સરકાર હલાલ નેટનો કોન્સેપ્ટ લઈને આવી છે. તેની આડમાં અંગ્રેજી વેબસાઇટો અને ડિજિટલ પ્લેટફોર્મને બેન કરી શકાય છે. ફેસબુક અને વોટ્સએપ પર ઈરાને પહેલા જ પ્રતિબંધ લગાવી દીધો છે.
હકીકસમાં કોરોના વાયરસને લઈને ઈરાનના લોકોમાં ગુસ્સો છે. તેને લાગે છે કે, સરકાર તેનો સામનો કરવામાં ફેલ થઈ રહી છે. અત્યાર સુધી 66 મોચોએ ઈરાનમાં ડર પેદા કરી દીધો છે. સરકારી આંકડા પ્રમાણે 1500 લોકોમાં આ બીમારી છે. 1500માં 66 મોતનો અર્થ છે કે લગભગ 4.5 ટકા દર્દી બચી શકતા નથી. તેનાથી શંકા પેદા થાય છે કે ઈરાન સાચા આંકડા જણાવી રહ્યું નથી. સરકારને ડર છે કે આજે નહીં તો કાલે ઈન્ટરનેટ દ્વારા તેના પર અંદાજ લગાવવામાં આવશે. તેથી હલાલ નેટની ઇસ્લામી રીટ અપનાવી શકાય છે. ત્યારબાદ માત્ર સરકારની મંજૂરી મેળવેલી સાઇટ ખુલી શકશે.
વિકીપીડિયા પર સોમવારે રાત્રે પ્રતિબંધ લાગી ચુક્યો છે. તેણે ખબર આપી હતી કે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખેમેનેઈના નજીકના સલાહકાર મોહમ્મદ મોહમ્મદી કોરોના વાયરસથી પીડિત છે. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈરાનમાં ઇસ્લામી ક્રાંતિ બાદથી ચીનની જેમ નેટ પર કડક નજર રાખવામાં આવે છે. 2014માં વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જૈસન રેજાઈઆનના ઘર પર ઇન્ટેલિજન્સના દરોડા પડ્યા હતા. તેમની પત્નીની સામે મારવાની ધમકી આપવામાં આવી હતી. તે બીજું કંઇ નહીં માત્ર તેના ઈ-મેલનો પાસવર્ડ ઈચ્છતા હતા. તેનાથી ખ્યાલ આવે છે કે ઈરાનને ઇન્ટરનેટથી કેટલો ડર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.