કોરોના વાઇરસ અને ક્રુડના ભાવમાં કડાકાના પગલે વડોદરાના રોકાણકારોના 20 હજાર કરોડ રૂપિયા શેરબજારમાં ડૂબ્યા

કોરોના વાઇરસ અને ક્રુડના ભાવમાં કડાકાના પગલે આજે દેશના શેરબજારોના ઇતિહાસમાં સોમવારની હોળી આર્થિક હોળી બની જવા પામી હતી.આ હોળીમાં વડોદરાના રોકાણકારોના રૂ.૩૦ હજાર કરોડની શેરમૂડી હોમાઇ જવા પામી હતી. ઉપરા છાપરી સતત શેર બજારમાં થઇ રહેલા ધોવાણના પગલે વડોદરાના અર્થંતંત્રને પણ ફટકો પડી રહ્યો છે.આજે એક તબક્કે બીએસઇ સેન્સેક્સ ૨૪૧૭ પોઇન્ટ તૂટી જવા પામ્યો હતો અને છેવટે ૧૯૪૨ પોઇન્ટ તૂટીને બંધ રહ્યો હતો. આજે સવારથી જ શેર બજારમાં બ્લેક મન્ડે – આર્થિક રીતે હૈયા હોળી બની જવા પામ્યો હતો. જેના પગલે પરંપરાગત રીતે શેર બ્રોકરોની ઓફિસમાં હોળીના પર્વે ગુલાલ છાંટીને થતી ઉજવણી પણ કરાઇ ન હતી. શેર બજારમાં સર્વત્ર સન્નાટો જોવા મળ્યો હતો.આજે સવારથી જ શેર બ્રોકરોને ત્યાં રોકાણકારોના ફોન ઉપર એક જ વાત કહેવામાં આવતી હતી કે, શેર વેચી દો. કોઇ રોકાણકાર તેમની પાસેના શેર વધારવા માટે કહેતું ન હતું.

એક અગ્રણી શેર દલાલે જણાવ્યું હતુંકે, માર્િંજગ ફંડીગ કરીને સોદા કરનારાઓને તો હવે કેવી રીતે બાકીની રકમ જમા કરાવવી તેની ચિંતા છે. વ્યાજે પણ નાણાં તેમને લેવા જાય તો મળતા નથી. અધુરામાં પુરુ યસ બેંકના ફિયાસ્કાની અસર એવી પડી છેકે, હવે રોકાણકારોને શેર બજારમાં વિશ્વાસ રહ્યો નથી. આવતીકાલે ધુળેટીની રજા હોવાથી શેર બજારમાં શેર બ્રોકરો અને રોકાણકારોને શ્વાસ લેવાનો સમય મળશે તેમ જણાવાય છે. માર્જિંગ ફંડિગ લઇને સોદા કરનારાઓને તો બજાર છોડી દેવાની ફરજ પડી છે.

ઝ્રઝ્રના પગલે શેર બજારમાં વિશ્વાસની કટીકટી
આજે શેર બજારમાં ઝ્રઝ્ર એટલે કે કોરોના ઇફેક્ટ અને ક્રુડ ઓઇલના ભાવમાં કડાકાએ આજે સેન્સેક્સમાં ઇતિહાસનો સૌથી વધુ કડાકો જોવા મળ્યો હતો. જેના પગલે બજારમાં વિશ્વાસની કટોકટી જોવા મળી હતી. આ કટોકટી આગામી સમયમાં પણ ચાલુ રહે તેવી શક્યતા રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.