કોરોના વાયરસના કારણે દેશમાં 8000 લોકોના મોત થવાની શક્યતાઓ રહેલી છે: હેલ્થ એક્સપર્ટ

કોરોના વાયરસના કારણે દેશમાં વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના 1,46,376 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં કુલ 4,187 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.

આવામાં એક હેલ્થ એક્સપર્ટે રાહતના સમાચાર આપ્યા છે. આ હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારની સંખ્યાનો આંકડો 8,000 કરતા ઓછો રહેશે.

ભારતીય જન સ્વાસ્થ્ય સંસ્થાન, હૈદરાબાદના પ્રોફેસર જીવીએસ મૂર્તિએ કહ્યું કે એવું લાગી રહ્યું છે કે કેરળ, પંજાબ અને હરિયાણામાં કોરોના વાયરસના કેસ વધવાનો સમય હવે પસાર થઈ ગયો છે. દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસ વિશે રાજ્ય અને જિલ્લા સ્તરે વાત થવી જોઈએ.

આ પ્રોફેસરે જણાવ્યું કે એવું લાગી રહ્યું છે કે મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત અને દિલ્હીમાં કોરોના વાયરસના કેસ ઝડપી ગતિએ વધી રહ્યા છે.

જ્યારે ભારતમાં કેરળ, પંજાબ અને હરિયાણામાં કોરોના વાયરસના કેસો ઘટી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના 70 ટકા કેસ મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી છે.

આ રાજ્યોમાં કોરોના વાયરસના કેસ વધતા સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસનો આંકડો વધશે. હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આવું જૂન મહિનાની શરૂઆતથી લઈને જુલાઈ મહિનાના મધ્ય ભાગ સુધીમાં થઈ શકે છે.

આ પ્રોફેસરે ભારત દેશમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતા દર્દીઓની વાત કરતા જણાવ્યું કે હોસ્પિટલમાં સુવિધાઓ પર્યાપ્ત રહી અને દિશા-નિર્દેશોનું ચોક્કસ પાલન કરવામાં આવે તો કોરોના વાયરસના કારણે દેશમાં 8000 લોકોના મોત થવાની શક્યતાઓ રહેલી છે. જેનો મતલબ એ છે કે પ્રતિ દસ લાખ વ્યક્તિએ ચાર અથવા પાંચ લોકોના મોત થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.