કોરોના વાઈરસે દેશનું જનજીવન ખોરવી નાંખ્યું, અર્થતંત્રને ભારે નુકસાન , દેશ કોરોના વોરિયર્સનો ઋણી છે : કોવિંદ

સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને સંબોધન કરતાં ચીનને કડક સંદેશો પાઠવ્યો છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આજે વિશ્વ સમુદાય સામે કોરોના જેવો સૌથી મોટો પડકાર છે ત્યારે આપણા પડોશી દેશે ચાલાકીથી તેની વિસ્તારવાદી પ્રવૃત્તિઓને આગળ ધપાવવાનું દુ:સાહસ કર્યું હતું.

જોકે, સરહદોની સુરક્ષા કરતાં આપણા જવાનોએ શૌર્ય દર્શાવી પુરવાર કર્યું છે કે આપણે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ કોઈ અશાંતિ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં ગલવાન ઘાટીમાં શહીદ થયેલા વીર જવાનોને નમન કર્યા હતા.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે એક થઈને સંઘર્ષ કરવાની જરૂર છે. આપણા પડોશી દેશની વિસ્તારવાદી પ્રવૃત્તિઓને નિષ્ફળ કરવા અને સરહદોની સલામતી કરતાં આપણા વીર જવાનોએ તેમના પ્રાણ ન્યોચ્છાવર કરી દીધા. આખો દેશ ગલવાન ઘાટીના શહીદ જવાનોને નમન કરે છે.

તેમણે ઉમેર્યું કે આપણે સૌભાગ્યશાળી છીએ કે મહાત્મા ગાંધી આપણા સ્વાધીનતા આંદોલનના માર્ગદર્શક રહ્યા. તેમના વ્યક્તિત્વમાં એક સંત અને રાજનેતાનો જે સમન્વય છે તે ભારતની માટીમાં જ શક્ય હતો.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત આત્મનિર્ભરતા તરફ વધી રહ્યો છે, જેનો આૃર્થ છે સ્વયં સક્ષમ હોવું. તેનો આૃર્થ દુનિયાથી અલગ થવું નથી.  તેનો આૃર્થ એ છે કે ભારત વૈશ્વિક બજાર વ્યવસૃથામાં સામેલ પણ રહેશે અને પોતાની વિશેષ ઓળખ પણ જાળવી રાખશે. રામનાથ કોવિંદે કહ્યું કે આ વર્ષે સ્વતંત્રતા દિવસના ઉત્સવોમાં હંમેશની જેમ ધૂમ-ધામ જોવા નહીં મળે. તેનું કારણ સ્પષ્ટ છે.

હાલ દુનિયા એક એવા ઘાતક વાઈરસનો સામનો કરી રહી છે, જેણે ભારતના જ નહીં દુનિયાનું જનજીવન ખોરવી નાંખ્યું છે અને દરેક પ્રકારની પ્રવૃત્તિઓમાં અવરોધો પેદા કર્યા છે. જોકે, દેશ માટે રાહતજનક બાબત એ છે કે કેન્દ્ર સરકારે કોરોના સામે લડવા માટે સમયસર પગલાં લીધા અને વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં દેશમાં કોરોનાની વિકરાળતા પર નિયંત્રણ મેળવી શકાયું છે અને અનેક લોકોના જીવન બચાવી શકાયા છે.

દેશ એ બધા જ ડૉક્ટરો, નર્સ અને અન્ય સ્વાસ્થ્ય કર્મચારીઓનો ઋણી છે, જેઓ કોરોના વિરૂદ્ધની લડાઈ આગળ રહીને લડયા છે. આ કોરોના યોદ્ધાઓની પ્રશંસા કરીએ એટલી ઓછી છે. રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં બંગાળમાં ત્રાટકેલા અમ્ફાન ચક્રવાત, વસાહતી મજૂરોની દયનીય સિૃથતિ અને તેમના માટે સરકારે લીધેલાં પગલાં, વિદેશમાં અટવાયેલા ભારતીયોને પાછા લાવવા હાથ ધરાયેલા ‘વંદે ભારત મિશન’ જેવા મુદ્દાઓને પણ આવરી લીધા હતા. તેમણે દેશના આૃર્થતંત્રને બેઠું કરવા કેન્દ્રે લીધેલા પગલાંની પણ પ્રસંશા કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.