કોરોના વાયરસના દેશમાં વધતા જતા જોખમ અંગે પીએમ મોદીના વલણ પર શિવસેનાએ સવાલ ઉઠાવ્યા છે.
શિવસેનાએ કહ્યુ છે કે, એક તરફ પીએમ મોદી લોકોને અપીલ કરે છે કે, સોશ્યલ ડિસ્ટન્સ રાખો અને બીજી તરફ સંસદની કાર્યવાહી ચલાવવા માટે મંજૂરી આપે છે.
શિવસેનાએ પીએમ મોદીએ ગઈકાલે રાતે ટીવી પરથી કરેલી અપીલ અંગે કહ્યુ હતુ કે, હજારો સાંસદ, અધિકારી અને કર્મચારી એક સાથે સંસદમાં આવે છે.એક તરફ સરકારી કામકાજ બંધ અને સંસદ ચાલુ, આવુ લોકશાહી પરંપરાને જાળવી રાખવા માટે નથી.
શિવસેનાએ આરોપ લગાવ્યો હતો કે, સંસદનુ સત્ર મધ્યપ્રદેશ સરકારને પાડવા માટેની કાર્યવાહીને સમર્થન આપવા માટે જ ચલાવાઈ રહ્યુ છે.કારણકે કમલનાથે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે કોરોના વાયરસના કારણે ઉભી થયેલી ઈમરજન્સીમાં ના લેવાવો જોઈએ તેવી દલીલ કરી હતી.જો સંસદની કાર્યવાહી બંધ કરાય તો કમલનાથની દલીલને સમર્થન મળી શકે છે.
શિવસેનાએ કોરોનાના જોખમને જોતા દેશમાં લોકડાઉનનુ સમર્થન પણ કર્યુ .
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.