કોરોના વાઈરસની ભયાનક અસરને લીધે ચીને દેશભરમાં વન્ય જીવોનો આહાર તરીકે ઉપયોગ કરવા કડક નિયંત્રણો લાદ્યા છે. ચીનના સત્તાવાળાઓનું માનવું છે કે મહામારીને અટકાવવી હશે તો તેના વન્યજીવ ઉદ્યોગને અંકૂશ હેઠળ લાવવો ખૂબ જ જરૂરી છે. બીજીબાજુ ચીનના શેનઝહેન શહેર પણ બિલાડીઓ અને કુતરાઓનો ભોજન તરીકે ઉપયોગ કરવા સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની યોજના ધરાવે છે. દેશમાં કોરોના વાઈરસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વન્ય પ્રાણીઓનો આહારમાં ઉપયોગ કરવા દેશભરમાં સંપૂર્ણ પ્રતિબંધના ભાગરૂપે આ શહેરમાં પાલતુ પ્રાણીઓનો આહાર તરીકે પ્રતિબંધ મુકવાની યોજના પર આ શહેર કામ કરી રહ્યું છે.
પ્રાણીઓને લગતા નવા નિયમો શેનઝહેન પિપલ્સ કોંગ્રેસ દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવ્યા છે. શહેરની જાહેર જનતાએ આ અંગે આગામી સપ્તાહ ગુરુવાર સુધીમાં પોતાના અભિપ્રાયો રજૂ કરવાના રહેશે.આ સૂચિત દરખાસ્તમાં ફક્ત પરવાનગી ધરાવતા માંસના નવ પ્રકારો વ્હાઈટ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. સીફૂડ, માછલી, ચિકનનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે, જોકે પાલતુ પ્રાણીઓનો ભોજનમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવાની જોગવાઈ ધરાવે છે. સાપ, કાચબા તથા દેડકા, બિલાડી અને કુતરાઓના માંસ પર પ્રતિબંધનો આ યોજનામાં સમાવેશ થાય છે.નેશનલ પિપલ્સ કોંગ્રેસની કાર્યકારી સમિતિ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના ફેલાવાને અટકાવવા માટે ચીને ફેબ્રુઆરી મહિનામાં જીવવિજ્ઞાન, વૈજ્ઞાનિક પદ્ધતિ તથા સામાજીક મૂલ્યની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા તમામ વન્યજીવોના ઉછેર તથા ભોજન તરીકે વપરાશ પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂક્યો હતો. આ હંગામી પ્રતિબંધ આગામી સમયમાં કાયદો બને તેવી પ્રબળ સંભાવના છે.નિષ્ણાતોના મતે વન્યજીવોના વેપારનો સંપૂર્ણ અંત લાવવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે ચીનની મૂળ સંસ્કૃત્તિમાં પ્રાણીઓનો આહાર ઉપરાંત પરંપરાગત દવાઓ, પોશાકો, ઘરેણાઓ તથા પાલતુ પ્રાણીઓ તરીકે ઉપયોગ જોડાયેલો છે.
વર્ષ 2017માં સરકાર દ્વારા પ્રાયોજીત ચાઈના એકેડેમી ઓફ એન્જીનિયરિંગે એક અહેવાલ રજૂ કર્યો હતો. જેમા કહેવામાં આવ્યું હતુ કે ચીનમાં વન્યજીવોનો વ્યાપાર 73 અબજ ડોલર કરતા પણ વધારે મૂલ્ય ધરાવે છે અને 10 લાખથી વધારે લોકોની રોજગારી તેની સાથે જોડાયેલી છે.ગત ડિસેમ્બર મહિનામાં આ વાઈરસ ફેલાવાની શરૂઆત થઈ ત્યારે સમગ્ર ચીનમાં સાત જેટલા પ્રાંતમાં આવેલા આશરે 20,000 જેટલા વન્યજીવ ઉછેર સેન્ટરોને બંધ કરવામાં આવ્યા હતા. તેમા મોર, શિયાળ, હરણ તથા કાચબા ઉછેર સેન્ટરનો સમાવેશ થતો હતો, તેમ સ્થાનિક સરકારની માહિતીમાંથી જાણવા મળ્યું છે.હવે ભવિષ્યમાં આ પ્રતિબંધને વધુ અસરકારક રીતે અમલી બનાવવામાં આવશે કે નહીં તે આવનાર સમય જ કહેશે પણ ચીનની ઘણીખરી વસ્તી સાર્ક્સ તથા કોરોના જેવી મહામારી બાદ વન્ય પ્રાણીઓનો આહાર તરીકે ઉપયોગ કરવાથી દૂર થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.