કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે સરકારે એક મોટું પગલું ભરતા ઘણી દવાઓના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઘણી જરૂરી દવાઓનો સ્ટોક પૂરો થવાનો છે અને ચીનથી દવાઓ બનવવામાં ઉપયોગ થતાં કાચા માલની સપ્લાઈમાં વિઘ્ન છે. તેને જોતા સરકારે 26 દવાઓની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે, જેથી દેશમાં દવાઓની હાલમાં કમી ન આવે.
દવાઓની નિકાસ પર આ પ્રતિબંધ તાત્કાલીક અસરથી લાગૂ કરી દેવામાં આવ્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોર ટ્રેડ (DGFT) જારી નોટિફિકેશન પ્રમાણે, પેરાસિટામોલ, ટિનિડેજોલ, મેટ્રોનિડેક્જોલ, વિટામિન બી1, બી12, હોર્મોન પ્રોજેસ્ટેરોન, ક્રોમાફેનિકોલથી બનેલા ફોર્મુલેશન્સ વગેરેના નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સરકારે તે મહત્વપૂર્ણ અને જરૂરી દવાઓની ઓળખ કરી છે જેનો સ્ટોક પૂરો થઈ શકે છે. તેમાં એમોક્સિસિલિન, મોક્સિફ્લોક્સાસિન, ડોક્સિસાઇક્લીન જેવા એન્ટીબાયોટિક અને ટીબીની દવા રિફેન્પિસિન સામેલ છે. આ દવાઓને તૈયાર કરવા માટે કાચો માલ ચીનથી આવે છે. પરંતુ કોરોના વાયરસને કારણે સપ્લાઈ પર ખતરો છે. મહત્વનું છે કે 54 દવાઓનો રિવ્યૂ કરવામાં આવ્યો હતો. જેમાંથી 32 ખુબ જરૂરી દવાઓ છે. તેમાંથી 15 નોન ક્રિટિકલ કેટેગરીમાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.