કોરોના વાયરસથી ચીનમાં અત્યાર સુધીમાં 900 લોકો મોતના ખપ્પરમાં હોમાઈ ગયા છે. ભારતમાં પણ આ બિમારીથી બચવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ચીન, જાપાન, સિંગાપુરથી ભારત આવનારા મુસાફરો માટે અલગથી વોર્ડ બનાવવામાં આવ્યો છે. ભારત સરકારે ચીનમાં વસતા મોટા ભાગના ભારતીયોને સુરક્ષીત રીતે બચાવી લીધા છે. પરંતુ જાપાનના યોકોહામા બંદર પર એક લક્ઝરીયસ ક્રૂઝ લાઈનરના ચાલક દળના સભ્યો ભારે પરેશાન છે.
આ જહાજમાં અનેક લોકો કોરોના વાયરસથી પીડિત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ડાયમંડ પ્રિન્સેસ નામના આ ક્રુઝ લાઈનરમા કેપ્ટને જાહેરાત કરી છે વધુ 66 લોકો કોરોના વાયરસથી પીડિત હોવાની પુષ્ટિ થઈ છે. એક દિવસ પહેલા જહાંજમાં 71 લોકો પીડિત હતાં. આમ હવે કુલ મળીને 137 લોકો કોરોના વાયરસનો શિકાર બન્યા છે.
કોરોના વાયરસના ચેપ વચ્ચે જાપાનના ‘ડાયમંડ પ્રિન્સેસ લક્ઝરી ક્રૂઝ પર ફસાયેલા ભારતીયોએ વીડિયો સંદેશ મોકલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માટે વિનંતી કરી છે. ક્રુઝના ક્રૂ મેમ્બર ટીમમાં શેફની જવાબદારી સંભાળી રહેલા બિનય કુમારે સરકારને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરતા વીડિયો સંદેશમાં કહ્યું કે, તે ખુબ ડરેલા છે અને જલદીમાં જલદી તેમને કાઢવાની વ્યવસ્થા કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.