કોરોના વાઇરસ : ગુજરાતમાં છ કરોડથી વધુ લોકોનો સર્વે, ઊભા થયેલા સવાલો અને રજૂ થયેલાં તારણો

24 માર્ચ સુધીમાં 30 લાખ લોકોનું સર્વેલન્સ – ટ્રૅકિંગ થયું હતું અને એક એપ્રિલ સુધીમાં 6,30,47,407 લોકોનો રાજ્યમાં ડોર-ટુ-ડોર સર્વે થયો હતો એવું ગુજરાત સરકારે જણાવ્યું હતું.

આશાવર્કર બહેનો તેમજ આંગણવાડીની બહેનો આ સર્વેની કામગીરીમાં જોડાયાં હતાં.

24 માર્ચે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે કહ્યું હતું કે રાજ્યમાં જ્યાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસ મળ્યા છે એવા વિસ્તારમાં 30 લાખથી વધુ નાગરિકોનું સર્વેલન્સ ટ્રૅકિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.

એમણે કહ્યું કે, આગામી બે સપ્તાહમાં રાજ્યના તમામ નાગરિકોને સર્વેલન્સ-ટ્રૅકિંગ હેઠળ આવરી લેવામાં આવશે.

25 માર્ચે રાજ્યના આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ જયંતી રવિએ કહ્યું હતું કે કોરોના વાઇરસને આગળ વધતો તેમજ તેના સંક્રમણને અટકાવવા સરકારે સર્વેલન્સ અને ટ્રૅકિંગ વધુ સઘન બનાવ્યું છે અને આજ સુધીમાં રાજ્યમાં 1,07,62,012 લોકોનું સર્વેલન્સ-ટ્રૅકિંગ કરવામાં આવ્યું છે.

ભારતમાં કોરોના વાઇરસના કેસ

2547

કુલ કેસ

163

સાજા થયા

62

મૃત્યુ

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ

એક એપ્રિલ સુધીમાં 6,30,47,407 લોકોનો રાજ્યમાં ડોર-ટુ-ડોર સર્વે થયો છે એવી વિગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આપી હતી.

એ અગાઉ 30 માર્ચે 5,90,06711 લોકોનો સર્વે થયો હતો. 31 માર્ચે 6,15,86,860 લોકોનો ડોર-ટુ-ડોર સર્વે થયો હતો.

સર્વેના આ આંકડાની સાથે રોગનાં લક્ષણ ધરાવતી તેમજ રાજ્યના અને વિદેશના પ્રવાસે ગયેલી વ્યક્તિના આંકડા પણ દર્શાવાતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.