ચોમાસાની ઋતુ દરમિયાન આ વર્ષે પહેલા 2 લેપ્ટોસ્પાયરોસીસના કેસ નોંધાયા. સુરત જિલ્લાના પલસાણા તાલુકા અને ભેસ્તાન ખાતે બે કેસ નોંધાયા છે. બન્નેને સુરત નવી સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ચોમાસાની સિઝનની શરૂઆતથી સાથે સુરત જિલ્લા સહિત તાપી જિલ્લામાં લેપ્ટોસપાયરોસીસની શરૂઆત થઈ જતી હોય છે, જોકે આ વખતે ચોમાસાના અંતમાં લેપ્ટોસ્પાયરોસીસના બે કેસ નોંધાવા પામ્યા છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં અને સીટીના ભેસ્તાન ખાતે એમ બે કેસ નોંધાવા પામ્યા છે જેઓને હાલ નવી સિવિલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
ચોમાસાની શરૂઆત સાથે જ મોટાભાગે લેપ્ટોસ્પાઇરોસિસ ના કેસ આવવાની શરૂઆત થઈ જાય છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં ગામડાઓમાં આ રોગ જોવા મળતો હોય છે. જોકે આ વખતે કોરોના ના કારણે ખેતીવાડી પણ મોડી શરુ થઈ હતી સાથે જ વરસાદની સિઝન પણ શરૂ થવાના લેપ્ટોના કેસ મોડા જોવા મળ્યા છે.ચોમાસુ પૂર્ણ થવાના આરે છે ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના 45 વર્ષીય જગુ ભાઈ રાઠોડ જેઓ લેપ્ટોસ્પાયરોસીસના સારવાર માટે 10મી તારીખે સિવિલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ભેસ્તાન ખાતે રહેતા 46 વર્ષીય ઇમરાન પઠાણને 12મી તારીખે લેપ્ટોસ્પાયરોસીસના લક્ષણ દેખાતા દાખલ કરવામાં આવ્યા હતા. હાલ બન્નેની તબિયત સુધારા પર છે.
શું છે લેપ્ટોસ્પાયરોસીસ અને કેવી રીતે ફેલાય છે?
દક્ષિણ ગુજરાતમાં જોવા મળતો લેપ્ટોસ્પાયરોસીસએ બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે. મુખ્યત્વે પ્રાણીઓ દ્વારા મનુષ્યના શરીરમાં ફેલાય છે. મોટાભાગે કોઈ પણ પાલતુ પ્રાણી બકરી, ગાય, ભેસ, કૂતરો, ઘોડો, વિગેરે પ્રાણીઓ દ્વારા આ રોગ મનુષ્યમાં વાહન પામે છે. પરંતુ આ રોગ સૌથી વધુ ઉંદર દ્વારા ફેલાય છે. ખાસ કરીને ઉંદર જેવા પ્રાણીઓના મળમૂત્ર મિશ્રિત પાણીને પીવાથી આ રોગ ફેલાય છે. જેને ઊંદરીયો તાવ પણ કહેવામા આવે છે. આવા પાણીમાં ચામડી ઉપર ઘા હોય અને ફરવાથી થાય છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે ભરાતા પાણીમાં પ્રાણીઓ મળમુત્રનો ત્યાગ કરે તેનાથી આ રોગ ફેલાવવાની શક્યતા વધી જાય છે તેમાં પણ જંગલી ઉંદરના મળમુત્રને કારણે આ રોગ ઝડપથી ફેલાય છે.
રોગની સાવચેતી માટે શું કરવું?
લેપ્ટોસ્પાયરોસીસ જેવા ચેપી રોગ પ્રાણીઓના મળમુત્રને કારણે થાય છે તેથી ભરાઇ રહેતા પાણીમાં ચાલવુ ન જોઇએ. આ ઉપરાંત ખેડૂતોએ ખેતરમાં કે બીજી જગ્યાએ પ્રાણીઓ મળમુત્રનો ત્યાગ વધુ કરતા હોય તેવી જગ્યાઓ બચવું જોઇએ અને ચામડીઓ ઘા હોય તો આવા સ્થળે જવાનું ટાળવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.