વેકેશનમાં બહાર ફરવાનો અને હોટલમાં રહેવાનો જોરદાર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દેશમાંથી વિદેશ ફરવા માટે રીતસરનું પ્લાનીંગ કરવામાં આવે છે. વેકેશન પડતાની સાથે જ બહારથી ફરવા આવતા પર્યટકો અને સહેલાણીઓથી પર્યટન સ્થળો ઉભરાઈ જતા. જેની સીધી અસર આસપાસ રહેતા લોકોનો વેપાર ધંધો પણ ચાલતો રહેતો હતો. કોરોનાના ડરે જ્યારે આસપાસનું વાતાવરણ આવુ થયુ છે હોટલ ઇન્ડસ્ટ્રીઝને ભારે ફટકો પડ્યો છે.
કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં ભયંકર ડર ઉભો કર્યો છે. જ્યાં જુઓ ત્યાં બસ કોરોનાની જ ચર્ચા ચાલી રહી છે. કોરોનાએ મોટાભાગના વેપાર ક્ષેત્રે ભારે ભરખમ નુકસાન કર્યું છે. હોટલ ઇન્ડસ્ટ્રીઝે કોરોના વાયરસ પર કહેર વર્તાવ્યો છે. હોટલમાં બુકીંગ ધડાધડ કેન્સલ થઈ રહી છે. હોટલના વેપારીઓ જણાવી રહ્યા છે કે તેનો 30% ધંધો અટકી પડ્યો છે.
દિલ્હી હોટલ એન્ડ રેસ્ટોરેન્ટના માલિક એસોસિએશનના અધ્યક્ષ સંદીપ ખંડેલવાલ અનુસાર કોરોના વાયરસના ડરથી વિદેશથી ફરવા આવનાર લોકોની સંખ્યા ઘટી રહી છે. જેનાથી આ બિઝનેસને ભારે નુકસાન થઈ રહ્યું છે.
કોરોના વાયરસના કારણે હોટલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ કારોબાર ટૂર એન્ડ ટ્રાવેલર્સ કંપનીઓને મોટો ફટકો પડી રહ્યો છે. ટ્રાવેલ એજન્સીઓ ચલાવી રહેલા લોકો રાતે પાણીએ રોઈ રહ્યા છે. કરોલ બાગમાં ટ્રાવેલર્સ કારોબાર સાથે જોડાયેલ ઇશ્વર અનુસાર 60થી 70 ટકા લોકો વિદેશથી આવતા હતા. સાથે ભારતથી બહારના દેશોમાં ફરનાર લોકોની સંખ્યા ઘટી રહી છે. મોટા ભાગની ટીકિટો બુકિંગ કેન્સલ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.