કોરોના વાયરસને હરાવનાર પ્રથમ રાજ્ય બન્યું ગોવા, તમામ દર્દીઓ થયા સ્વસ્થ

કોરોના વાયરસથી એક તરફ જ્યાં દેશ થોભી ગયો છે, તો આ બધા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. રવિવારના દિવસે ભારતનું તટીય રાજ્ય ગોવા નવી સિદ્ધિ લઈને આવ્યું છે. અહીં કોરોના વાયરસના તમામ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કુલ સાત મામલા સામે આવ્યા હતા, જેમાં છ પહેલા જ સ્વસ્થ થઈ ગયા હતા. આખરી દર્દીનો કોરોના રિપોર્ટ રવિવારે નેગેટિવ આવ્યો ત્યારબાદ તેને પણ રજા આપી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ વાતની જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કર્યું, સંતોષ અને રાહતની વાત છે કે ગોવાના છેલ્લા એક્ટિવ કોરોના દર્દીના ટેસ્ટનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. ડોક્ટર અને સપોર્ટ સ્ટાફ પ્રશંસાને પાત્ર છે. ગોવામાં હવે 3 એપ્રિલ બાદ કોઈ નવો કોરોનાનો કેસ સામે આવ્યો નથી.

18 માર્ચે મળ્યો હતો પ્રથમ પોઝિટિવ કેસ
ગોવામાં કોરોના વાયરસની શરૂઆત 18 માર્ચે થઈ હતી. દુબઈથી પરત આવેલા એક નેતામાં સૌથી પહેલાં સંક્રમણ મળ્યું હતું. 3 એપ્રિલ સુધી અહીં કોરોનાના સાત કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ રાજ્યમાં કોઈ નવો મામલો સામે આવ્યો નથી. 15 એપ્રિલ સુધી રાજ્યમાં છ કોરોના પોઝિટિવ સ્વસ્થ થઈ ગયા હતા. છેલ્લા દર્દીનો પણ કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.