કોરોના વાઇરસને કારણે ભારતમાં પ્રથમ મૃત્યુ, સાઉદીથી પરત ફરી હતી મૃત વ્યક્તિ

કોરોના વાઇરસ કોવિડ-19ને કારણે ભારતના કર્ણાટકમાં પ્રથમ મૃત્યુ થયું છે.

કલબુર્ગીમાં રહેતી 76 વર્ષીય વ્યક્તિ તાજેતરમાં જ સાઉદી અરેબિયાથી પરત ફરી હતી.

કર્ણાટકના આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે, આ મુદ્દે તમામ દિશાનિર્દેશનું પાલન કરવામાં આવી રહ્યું છે.

પરિવારજનોની ઉપર નજર રાખવામાં આવી રહી છે તથા તાજેતરમાં જે કોઈ વ્યક્તિ મૃતકના સંપર્કમાં આવી હતી તેમને શોધી કાઢવાના પ્રયાસ ચાલુ છે.

કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, મૃત વ્યક્તિ તાજેતરમાં જ સાઉદી અરેબિયાથી પરત ફરી હતી.

તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ઉધરસ તથા ન્યુમોનિયા હતા. તા. છઠ્ઠી માર્ચે એક તબીબે દર્દીના નિવાસસ્થાને જ તેમની સારવાર કરી હતી.

જોકે, નવમી માર્ચે તબિયત લથડતા તેમને કલબુર્ગીની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રારંભિક તપાસમાં તેમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.