કોરોના વાયરસના કારણે સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું મોત, 3 દિવસમાં તોડ્યો દમ

કોરોના વાયરસનો કહેર થમવાનું નામ નથી લઇ રહ્યો. દુનિયાના 195 દેશ તેની ઝપેટમાં આવી ગયા છે. મોતના આંકડા સતત વધી રહ્યા છે, ત્યારે સ્પેનના શાહી પરિવારમાં 86 વર્ષીય રાજકુમારી મારિયા ટેરેસાનું શનિવારના રોજ કોરોનાના કારણે મોત થયું છે. આ વાતની જાણકારી તેમના ભાઈ પ્રિન્સ સિકસટો એનેરીકે ડી બોરબોને ફેસબુક પર પોસ્ટ મૂકીને આપી હતી. આખી દુનિયામાં કોઈ રાજવી પરિવારમાં કોરોનાના કારણે આ પહેલું મોત છે.

ઉલ્લેખનીય છે કે યુરોપીય દેશમાં ઇટલી પછી સ્પેન કોરોનથી સુધી વધુ પ્રભાવિત છે. અત્યાર સુધી સ્પેનમાં 3400થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે

માત્ર 3 દિવસ જ વેન્ટિલેટર પર રહી

સ્પનેના રાજા ફિલિપ-IV ની કાકાની દીકરી અને બૉરબોન પાર્માની પ્રીન્સેસ મારિયા ટોરેસાની શનિવારે કોરોના વાયરસના સંક્રમણને કારણએ મોત થઈ ગઈ છે. 86 વર્ષીય મારિયા ગુરુવારના રોજ કોરોના પોઝીટીવ મળી આી હતી અને માત્ર 3 દિવસથી વેન્ટિલેટર પર હતી. દુનિયાના કોઈપણ શાહી પરિવારમાં કોરોના વાયરસથી આ પ્રથમ મોત છે. મારિયાનો

અંતિમ સંસ્કાર આગામી શુક્રવારના રોજ મેડ્રિડમાં કરવામાં આવશે. આ ફેસબુક પોસ્ટ પ્રમાણે મારિયાની મોત પેરિસમાં થઈ છે.

સ્પેનમાં હાલત ખરાબ છે

સ્પેરનમાં કોરોના વાયરસ મહામારીથી છેલ્લા 24 કલાકમાં 844 લોકોના મોત થયા બાદ આ સંક્રમણથી મરનાર લોકોની સંખ્યા વધીને શનિવારના રોજ 5,982 થઈ ગઈ છે. જોકે, સ્પેન સરકારે અધિકારીઓને જણાવ્યુ હતુ કે, દેશમાં કોરોના થર્ડ સ્ટેજ પાર કરી ચૂક્યુ છે અને જલ્દી જ આ મામલાઓ ઓછા થવાનું શરુ થઈ જશે. સરકારને જણાવ્યુ કે, આ વાયરસથી સંક્રમિત લોકોની 73 હજારથી વધારે થઈ ગઈ છે. સમગ્ર દુનિયામાં ઈટલી બાદ સ્પેનમાં કોરોન વાયરસથી સર્વાધિક મોત થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.