બિહારના સમસ્તીપુર જિલ્લામાં ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી’ને હાથી પર સવાર થયેલાં જોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયાં હતાં. અહીં લોકોને વિશ્વાસ નહોતો થતો કે, શહેરમાં ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી’ હાથી પર સવાર થઈને લોકોને કોરોનાવાઇરસથી બચવા અને સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરવાનો સંદેશ આપી રહ્યા છે.
લોકોએ ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી’ને હાથી પર સવાર થઈ રોડ પર કોરોના અંગે જાગૃત કરતાં તેમનો અવાજ સાંભળ્યો. દરેક લોકો પોતાના ઘરમાંથી આ જોઈ હેરાન હતાં. શું સાચે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમસ્તીપુરમાં હાથી પર સવાર થઈને કોવિડ-19 અંગે લોકોને સંબોધિત કરતાં હતાં? લોકો આશ્ચર્યમાં હોય તે વાજબી હતું. જોકે, PM અચાનક તેમના શહેરમાં કેવી રીતે આવી ગયાં.
ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વેશમાં હાથી પર સવાર થઈ બિહારના સમસ્તીપુરના ભૂપેન્દ્ર યાદવ લોકોને કોરોનાવાઇરસ અંગે જગૃત કરે છે. કર્પૂરી કૉલેજના પ્રોફેસર ભૂપેન્દ્ર યાદવ ગુરુવારે લોકોને અનોખા અંદાજમાં મળ્યા હતાં. તે PM મોદીના બોલવાની નકલ કરી લોકોને જૃગત કરતા જોવાં મળ્યાં હતાં. ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, ‘આ સંકટના સમયે તે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ખૂબ જ ખુશ છે.’
વ્યવસાયે શિક્ષક પ્રોફેસર ભૂપેન્દ્ર યાદવને શહેરના રસ્તા પર જોઈ લોકો આશ્ચર્યમાં હતાં. અંદાજ એવો કે તેમનો અવાજ સાંભળીને લોકોએ તેમનું અભિવાદન કરવાનું શરૂ કરી દીધું હતું. આ અનોખી પહેલની સમાજના દરેક લોકોએ પ્રશંસા કરી હતી. જે રસ્તા પર ભૂપેન્દ્ર યાદવનો કાફલો નીકળતાં જ લોકોમાં ઉત્સાહીત થઈ જતાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.